પશુપાલનએગ્રોવન
વાછરડા માટે આદર્શ ખોરાક અને તેની પાલનની પદ્ધતિઓ:
વાછરડાના જન્મ પછી લેવામાં આવતી કાળજી અને સંભાળ
1. વાછરડાની શ્વસન પ્રક્રિયા બરાબર છે તેની તપાસ કરો
• વાછરડાનો જન્મ થાય ત્યારે, વાછરડું શ્વાસ લે છે કે કેમ તેની તપાસ કરવી મહત્વપૂર્ણ છે. જો વાછરડું શ્વાસ લેતું નથી, તો આંગળીનો ઉપયોગ કરીને તેના નાક અને મોઢામાંથી તરત જ મસકસ (ભેજવાળા પદાર્થ) દૂર કરો, જેથી ખાતરી થઈ શકે કે તેના નસકોરાં સ્વચ્છ અને ખાલી છે.
• નાક અને વાયુમાર્ગ દ્વારા વાછરડું સરળ અને સહેલાઇથી શ્વાસ લે છે તેની ખાતરી કરવા માટે, વાછરડાના પગને પકડી રાખો અને તેને એક તરફથી બીજી તરફ હવામાં ફેરવો. જો વાછરડું હજી પણ શ્વાસ લેવામાં અસમર્થ છે, તો તેને કૃત્રિમ શ્વસન આપવામાં આવવું જોઈએ. વાછરડાને તેની પીઠ પર સુવડાવો અને આગળનાં પગ આગળ અને પાછળ ખસેડો અને તેની છાતી પર બંને હાથની હથેળીઓ દબાવો. આવું કરવાથી, વાછરડું શ્વાસ લેવાનું શરુ કરે છે.
2. વાછરડાંના શરીરને સૂકવો.
વાછરડું જન્મે ત્યારે વાછરડાનું શરીર ભેજવાળા અને દ્રવ્ય જેવા પાતળા સ્તરથી આવરેલું હોય છે. ગાય તેના વાછરડાને ચાટે છે અને તેને સ્વચ્છ કરે જોઈએ. છે. જો તે આવું ન કરે તો, સ્વચ્છ કપડા સાથે તમારે તેના શરીરને સાફ કરવું જોઈએ. આમ કરવાથી તેના શરીરમાં રુધિરાભિસરણ તંત્રની કામગીરી યોગ્ય રીતે કાર્ય કરે છે અને વાછરડાને ઠંડી પણ લાગતી નથી.
3. વાછરડાની ગર્ભનાળ કાપો
જન્મ સમયે વાછરડાની ગર્ભનાળ ભીની હોય છે. તેથી સાવચેતી રાખતાં 2 ઇંચનું અંતર રાખીને, ગર્ભનાળ ખેંચાઇ ન જાય તે કાળજી રાખી, સ્વચ્છ કાતર/બ્લેડનો ઉપયોગ કરીને તેને કાપવી જોઈએ. આ બાકીના 2 ઇંચ પર જંતુરહિત દોરો બાંધવામાં આવે છે અને તેને વાળીને તે સ્થાન પર પર આયોડિન લગાડવું જોઈએ. ત્યારબાદ ગર્ભનાળને કાતર/બ્લેડ થી કાપી શકાય છે. અંતે ગર્ભનાળ સુકાય જાય છે અને તે ખરી જાય છે. પ્રારંભિક દિવસોમાં ગર્ભનાળ ભીની હોવાથી, તેમાં રોગો લાગુ પડી શકે છે અને તેનો ચેપ વાછરડાના શરીરમાં દાખલ થવાની સંભાવના રહે છે.
4. વાછરડા માટે કોલોસ્ટ્રમ (પ્રસૂતિ પછી ગાયના આંચળ માથી નીકળતું પ્રવાહી) ખોરાક આપો
• જન્મ પછીના બે કલાકમાં ગાયના કોલોસ્ટ્રમ સાથે વાછરડાંને આહાર આપો. આ સમયગાળા દરમિયાન કોલોસ્ટ્રમના રક્ષણાત્મક ગુણધર્મોને કારણે વાછરડાને રોગ થતાં નથી. કોલોસ્ટ્રમ વાછરડાંની રોગપ્રતિકારકતા વધારે છે.
• વાછરડાને કોલોસ્ટ્રમ દૈનિક આહાર તરીકે આપો. જે તેના વજનના 1/10 ના ગુણોત્તરમાં આપવું જોઈએ._x000D_
• કોલોસ્ટ્રમમાં વિટામિન A સામાન્ય દૂધ કરતા 10 થી 15 ગણું વધારે હોય છે. કોલોસ્ટ્રમમાં પ્રોટીનનું પ્રમાણ સામાન્ય દૂધ કરતાં 5 થી 7 ગણું વધારે હોય છે. કોલોસ્ટ્રમમાં ખનિજો, તાંબુ, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઊંચી માત્રા હોય છે._x000D_
• વાછરડાના જન્મ પછી પ્રથમ ત્રણ મહિના માટે, રોગો સામે પૂરતી રોગપ્રતિકારકતા માત્ર તેને કોલોસ્ટ્રમના માધ્યમ દ્વારા જ ઉપલબ્ધ થાય છે. તેથી ખાતરી કરો કે વાછરડાના ખોરાકમાં કોલોસ્ટ્રમ પૂરતા પ્રમાણમા આપવામાં આવે છે._x000D_
_x000D_
સંદર્ભ - અગ્રોવન