ટામેટામાં રસ ચૂસનાર ફૂંદાનું નુકસાન કેવી રીતે ઓળખશો?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટામાં રસ ચૂસનાર ફૂંદાનું નુકસાન કેવી રીતે ઓળખશો?
હાલમાં આ ફૂંદાથી થતા નુકસાનના અહેવાલ મળેલ છે. આની ઇયળ નુકસાન કરતી નથી પણ તેના પુખ્ત ફૂંદા અર્ધ પાકટ ટામેટાના ફળમાં સંધ્યાકાળે કાણૂં પાડી અંદરથી રસ ચૂંસે છે. ફળ ઉપર ટાંકણીથી કાણાં પાડ્યા હોય તેવા એક કરતા વધારે કાણાં દેખાય છે. તેની આજુબાજુનો ભાગ પોચો પડે અને ફૂગ અને અન્ય જીવાણૂંઓ દાખલ થવાથી ફળમાં કહોવારો પેદા થાય છે. આ ફૂંદાની ખાત્રી કરવી હોય તો રાત્રે ૭ થી ૮ના ગાળામાં બેટરી લઇને ખેતરમાં જાઓ અને બેટરીની લાઇટ મારતા જ આપના ઉપર ફૂંદા અથડાસે. આના નુકસાનથી ફળ વેચાણ કે ખાવા લાયક રહેતું નથી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
3
અન્ય લેખો