ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સફેદ ઘૈણ ને અટકાવ માટે મગફળીને વાવતા પહેલા બીજ માવજત અને અન્ય પગલાં
આ ઈયળ સફેદ રંગની બદામી માથાંવાળી ઇયળ શરૂઆતમાં મગફળીનાં બારીક મૂળ ખાય છે અને પછી મુખ્‍ય મૂળને નુકસાન કરે છે. પરિણામે છોડ ધીમે ધીમે સૂકાઈને મરવા લાગે છે. આ ઈયળ ચાસમાં એક છોડને નુકસાન કરી બીજા છોડના મુળ ખાવાનું શરૂ કરે છે. ખેતરમાં મોટા ખાલા ૫ડે છે. આ મૂન્ડા મગફળી ઉપરાંત જામફળ, શેરડી, નારિયેળ, તમાકુ, બટાટા અને બીજા કેટલાક તૈલી, કઠોળ, અને શાકભાજી વર્ગના પાકને પણ નુકસાન કરતા હોય છે. નવાઇની વાત એ છે કે આ કિટકની બધી જ અવસ્થા (જીવન ચક્ર) જમીનમાં જ પસાર થાય છે. • સંકલિત વ્યવસ્થાપન: • આ જીવાતની કેટલીક ખાસિયતોને લીધે તેનું નિયંત્રણ કરવાનું ખૂબ જ મુશ્કેલ પડે છે. તેની દરેક અવસ્‍થાએ તેમની વસ્‍તી ધટાડી શકાય તેવા સામુહિક પગલાં લેવા. • જ્યાં પિયતની સગવડ હોય તેવા વિસ્તારમાં મગફળીનું વાવેતર વહેલું કરવું. • જે વિસ્તારમાં સફેદ ઘૈણનો ઉપદ્રવ ખૂબ જ વધારે રહેતો હોય તો પાકની ફેર બદલી કરવી. • જ્યાં આ જીવાતનો ઉપદ્રવ નિયમિત જણાતો હોય તેવા વિસ્તારમાં ઝાડને પ્રુનિંગ કરવું. • પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંઘ્‍યા સમયે પુખ્ત ઢાલિયાં જમીનમાંથી ખેતર નજીક આવેલ બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા ઉપર ચઢે છે. ઝાડના ડાળા હલાવી, ઢાલિયાં નીચે પાડી વીણી તેને કેરોસીનવાળા પાણીમાં મૂકી નાશ કરવા. • ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ ઉ૫ર ક્વિનાલફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. • ખેતરની ૧૫ મીટરની ત્રીજ્યામાં આવેલ વૃક્ષો ઉપર ત્રણ ફિરોમોન ડીસ્પેન્સર- એનીસોલ પ્રતિ ઝાડ દીઠ લગાડવા. આ ડીસ્પેન્સર ચોમાસાના પ્રથમ થયેલ વરસાદ પછી સતત ત્રણ દિવસ સાંજે સાંજે મૂંકવા અને ઝાડ નીચે પડેલ ઢાલિયા ભેગા કરી નાશ કરવા. • ઉ૫દ્રવિત વિસ્‍તારમાં પ્રકાશ પિંજર ગોઠવવા અને આકર્ષાયેલ ઢાલિયાનો નાશ કરવો. • મગફળીને વાવતા પહેલા કલોરપાયરીફોસ ર૦ ઈસી ર૫ મિલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણેની બીજ માવજત આપી ત્રણ કલાક છાંયડામાં સૂકવી ૫છી જ વાવેતર કરવું. • સફેદ ધૈણના નિયંત્રણ માટે અગાઉથી કોઈ૫ણ જંતુનાશક દવાનાં ઉપાયો ન લીધા હોય તો ઉભા પાકમાં કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આ૫વી. • ઓર્ગેનિક મગફળી કરતા ખેડૂત મિત્રો ફૂગ આધારિત પાવડર મેટારહિઝમ એનિસોપ્લી એક કિ.ગ્રા. પ્રતિ વિધે લઇ ૮૦ થી ૯૦ દિવેલી કે લિમડાના ખોળ સાથે બરાબર મિશ્ર કરવું. આ મિશ્રણને થોડુ ભેજ વાળુ બનાવી મગફળીના વાવણી સમયે ચાસમાં નાંખવું. • સૌથી સારી રીત એ છે કે લગભગ ૧૦ તગારા દેશી સારુ કહોવાયેલું છાણિયુ ખાતર લઇ તેમા ઉપરનો પાવડર બરાબર મિશ્ર કરો (એક કિ.ગ્રા./ વિઘા). પછી પાણી છાંટી તેના ઉપર કોથળા ઢાંકી ૧૫-૨૦ દિવસ રહેવા દો અને વચ્ચે વચ્ચે પાણી છાંટતા રહેવું. આ તૈયાર થયેલ મિશ્રણ વાવતા પહેલા જમીનમાં આપવું.
વિડીયો સંદર્ભ: ગાર્ડન ટેક સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
56
0
સંબંધિત લેખ