કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સરકાર દ્વારા યુરિયા પોલિસી -2015 ની અવધિ વધારવામાં આવી.
ખેડૂતોને પોષક તત્વોનો પુરવઠો સરળ રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે આ વર્ષે 1 એપ્રિલથી આદેશ જાહેર કરીને નવી યુરિયા નીતિની અવધિ વધારવાની યોજના બનાવી છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેબિનેટ કમિટીએ 28 માર્ચ, 2018 ના જાહેરનામાની તારીખ મુજબ અગાઉથી સુધારવામાં આવેલી જોગવાઈઓ સિવાય, અને આ માટે અન્ય આદેશો આપવામાં ન આવે ત્યાં સુધી 1 એપ્રિલ 2019 થી નવી યુરિયા નીતિ -2015 નો સમયગાળો વધારવા માટે ખાતર વિભાગની દરખાસ્તને મંજુરી આપી દીધી છે".
ગયા વર્ષે માર્ચમાં યુરિયા પ્લાન્ટના ઉર્જા ધોરણો માટે ફરીથી વિચાર કરવામાં આવ્યો હતો. આ નીતિના સમયગાળામાં વધારો કરવાથી યુરિયા પ્લાન્ટ પોતાની કામગીરી ચાલુ રાખી શકશે અને ખેડૂતોને યુરિયાનો નિયમિત પુરવઠો મળતો રહે તે સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા આગામી ચાર નાણાકીય વર્ષ માટે નવી યુરિયા નીતિ -2015 મંજૂર કરવામાં આવી હતી. આ નીતિનું લક્ષ્ય સરકારના સબસિડીના બોજને ઘટાડવા માટે અને સ્થાનિક સ્તરે યુરિયાનું ઉત્પાદન વધારવા અને યુરિયાના એકમોમાં ઉર્જા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે. સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ભારતે 2017-18ના નાણાકીય વર્ષમાં આશરે 59.75 ટન યુરિયાની આયાત કરી હતી. આપણો દેશ વાર્ષિક આશરે 250 લાખ ટન યુરિયાનું ઉત્પાદન કરે છે. સ્રોત: આઉટલુક એગ્રીકલ્ચર, 15 એપ્રિલ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
17
0
સંબંધિત લેખ