AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાતર સબસીડી હવે સીધા જ ખેડૂતોના ખાતામાં
કૃષિ વાર્તાAgrostar
ખાતર સબસીડી હવે સીધા જ ખેડૂતોના ખાતામાં
કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા હવે 70000 કરોડ રૂપિયાથી વધારે ખાતર સબસિડીને સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવા માટે મોટા પગલાં લીધાં છે. તેના માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) ના બીજા તબક્કાની સરકાર બુધવારથી શરૂ કરી છે. સરકાર આ માટે ત્રણ નવી ટેક્નોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું છે. નવી ટેકનોલોજીની મદદથી રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ખાતર પુરવઠો, ઉપલબ્ધતા અને જરૂરિયાતની વિગતો હવે એક જ જગ્યાએ મળશે. ડીબીટી 2.0 ની શરૂઆત કરતા યુનિયન કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રી સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે, આનાથી આ યોજનામાં પારદર્શિતા આવશે. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની ખામીઓને દૂર કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે. ડીબીટી ડેશબોર્ડ પ્રદાન કરવામાં આવી છે, જેથી દરેક પ્રકારની માહિતી કોઈપણ સમયે મેળવી શકાય. ખાતરની માંગ, પુરવઠો અને ઉપલબ્ધતા ચકાસી શકાશે. સરકારે પીઓએસ સૉફ્ટવેર એડિશન 3.0 વિકસાવ્યો છે. તેમાં રજિસ્ટ્રેશન, માટી આરોગ્ય કાર્ડ ભલામણ માટે જોગવાઈ છે. ઉપરાંત, ખેડૂતોને વેચવામાં આવેલ ખાતરના આંકડા સરળતાથી ઉપલબ્ધ થશે. સંદર્ભ: પુઢારી, 11 જુલાઈ 2019
200
0
અન્ય લેખો