AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાહ વાહ ! ખેડૂત બનશે આ બેંક નો માલિક ! જાણો, લાઇસન્સ લેવાની સરળ શર્ત !
કૃષિ વાર્તાAgrostar
વાહ વાહ ! ખેડૂત બનશે આ બેંક નો માલિક ! જાણો, લાઇસન્સ લેવાની સરળ શર્ત !
કેન્દ્ર સરકાર ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. આ દરમ્યાન, અન્ય એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બીજ બેંક યોજના મોટા પાયે શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દેશભરમાં જિલ્લાવાર બીજ બેંકો બનાવવામાં આવશે. આ સાથે ખેડુતોને બીજ બેંકનું લાઇસન્સ આપવામાં આવશે. આ રીતે ખેડૂત બિયારણ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે. શું યોજના આ છે? આ યોજના અંતર્ગત દેશના 650 જિલ્લાઓમાં સીડ બેંકોની સ્થાપના કરવામાં આવશે.હાલ ના સમયે ખેડૂતો લગભગ 30 ટકા બીજ જાતે તૈયાર કરે છે, જ્યારે બીજી બાજુ, બિયારણ માટે બજાર અથવા સરકારના સસ્તા બિયારણની ઉપલબ્ધતાને આધારે. ઘણી વખત બીજની ગુણવત્તા બગડતી હોય છે, જેના પરિણામે ખેડૂતો ને પાકની ઓછી આવક થાય છે. આવી સ્થિતિમાં, ખેડૂતો યોગ્ય દિશામાં સક્રિય થાય તે માટે મંત્રાલયે પાછલા પરવાના નિયમોમાં પણ ઢીલ મૂકી છે. આ સાથે, સ્થાનિક કૃષિ પ્રસાર કેન્દ્રમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવશે. લાઇસન્સ માટે ની યોગ્યતા : • બીજ બેંક ના લાઇસન્સ માટે ધારક ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. • ખેડૂતની પોતાની, ભાગે અથવા ભાડાપટા કરાર પર ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ. • રાજ્ય કક્ષાએથી બિયારણના સ્તર અને ધોરણો માટે નોંધણી અને પ્રમાણિત કરવું પડશે. મળશે સરકારી સહાય : તમને જણાવી દઇએ કે સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે રકમ આપવામાં આવશે. આ ઉપરાંત ભંડારણ સુવિધા, તાલીમ સુવિધાઓ અને ઉપલબ્ધ સંસાધનો પર પણ સબસિડી આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, સીડ બેંકનું લાઇસન્સ લેનારા ખેડૂતને બજાર ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર જવાબદારી સ્વરૂપે મદદ કરતી રહેશે. અગાઉ થી જ નક્કી કરવામાં આવશે બીજની કિંમત : આમાં સૌથી સારી વાત એ છે કે બીજની કિંમત અગાઉથી જ નક્કી કરવામાં આવશે. આ માટે રાજ્ય બીજ નિગમ પાકના લઘુતમ ટેકાના ભાવની એમએસપી પર 20 ટકા રકમ ઉમેરીને પ્રોસેસિંગ બિયારણના આધારે ખરીદી કિંમત નક્કી કરશે. જો જિલ્લા કક્ષાએ બીજબેંક હોય તો ખેડૂત સારા અને સસ્તા બિયારણ મેળવી શકશે તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળો પાક મેળવી શકશે. સંદર્ભ : Agrostar, 24 જુલાઈ 2020. આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
109
0
અન્ય લેખો