AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીન પાક માં ગર્ડલ બીટલ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન પાક માં ગર્ડલ બીટલ !
• આ ગર્ડલ બીટલ સોયબીનનું સ્ટેમ બોરર અથવા સોયાબીનના ગાભમારાની ઇયળ તરીકે પણ ઓળખાય છે. • ઈયળ સફેદ રંગની પોચા શરીરવાળી અને કાળા માથાવાળી હોય છે. • પુખ્ત માદા કિટક છોડના થડ ઉપર બે રીંગ બનાવી વચ્ચે ઇંડા મૂંકે છે. આ રીંગ છોડ ઉપર સ્પષ્ટ જોઇ શકાય છે. • ઇયળ છોડના થડમાં કાણું પાડી અંદર દાખલ થાય છે અને અંદર રહી થડનો ગર્ભ ખાઇ નુકસાન કરે છે. જેથી છોડનાં પાન સુકાઇ જાય છે. • આ ઉપરાંત છોડની મુખ્ય ડૂંખ સુકાઇને ઢળી પડે છે જેથી ઉત્પાદનમાં માઠી અસર થાય છે. • પાકની ફેરબદલી કરતા રહેવું. • આ ઇયળનો ઉપદ્રવ ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં વધારે જોવા મળે છે. • એનઆરસી-૧૨ અને એનઆરસી-૭ જાતો આ જીવાત સામે થોડી-ઘણી પ્રતિકારકશક્તિ ધરાવે છે. • ઉપદ્રવિત છોડનો જીવાત સાથે નાશ કરવો. • ભલામણ કરેલ બી નો દર રાખો. એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધારે હોય તો ઉપદ્રવ વધે છે. • પાકની કાપણી બાદ પાકના અવશેષો નાશ કરવા. • પાકને નીંદણમુક્ત રાખો. ખાસ કરીને ગાડર જેવા નિંદામણ થવા દેવા નહિ. • વધુ પડતા નાઇટ્રોજન યુકત ખાતરનો ઉપયોગ ટાળવો. • સોયબીન સાથે આંતરપાક તરીકે જો મકાઇ કે જુવાર કરવામાં આવી હોય તો ઉપદ્રવ વધારે રહે છે. • વાવણી સમયે ફોરેટ ૧૦% (૧૫ કિલો/હે) દાણાદાર દવા રેતી સાથે ભેળવી ચાસમાં આપવી. • ઉપદ્રવ વધતો જણાય તો ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ઇથિયોન ૫૦ ઇસી ૧૫ મિલિ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઇસી ૬ મિલિ અથવા લેમબ્ડા સાયહેલોથ્રિન ૪.૯ સીએસ ૫ મિલિ અથવા થાયાક્લોપ્રિડ ૨૧.૭ એસસી ૧૫ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૨૦ મિલિ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૧૫ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમબ્ડા સાયહેલોથ્રિન ૯.૫% ઝેડસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
24
4