ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
અચાનક આવેલ વરસાદથી આપના પાકને બચાવવા આટલું કરો
હાલમાં અચાનક વાતાવરણીય ફેરફારના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર અને સૌરાષ્ટ્ર વિસ્તાર કમોસમી વરસાદ દ્વારા પ્રભાવિત થયા છે. મોટેભાગે શાકભાજી જેવાકે મરચા, ટામેટા, ભીંડા તથા વેલાવાળા પાકો અને બાજરી આ વિસ્તારમાં કરવામાં આવે છે.
આવા કમોસમી વરસાદથી બચાવવા માટે કેટલીક કાળજી તાત્કાલિક લેવી જરૂરી છે જેથી પાકને નુકસાન થતા બચાવી શકાય: વેલાવાળા પાક જેવા કે તડબુચ અને સક્કર ટેટી હોય અને ફળ અપરિપક્વ હોય તેવા ખેતરમાં એમોનીયમ સલ્ફેટ ખાતર ૧૦ કિલો પ્રતિ એકર આપવું અને પાકને ફૂગ જન્ય રોગથી બચાવવા માટે અવતાર (ફૂગનાશક) ગુન્દરીયા સાથે મિશ્ર કરી છંટકાવ કરવો. મરચામાં વધુ પવનને કારણે ફૂલ ખરી જવાની સમસ્યા સર્જાઈ શકે છે, જો આવો પ્રશ્ન જો કોઈ ખેડૂત ભાઈને થયો હોય તો તેવા પાકમાં ફ્લોરોફિક્ષ જેવી ફૂલ વધારવાની દવા છંટકાવ કરવો અને કેલ્શિય નાઈટ્રેટ ખાતર એકર દીઠ ૧૦ કિલો આપવું. વેલાવાળા શાકભાજી પાકોમાં આવા અનિશ્ચિત વાતાવરણમાં તળછારાનો પ્રશ્ન વધુ જણાય તો આ ફૂગ જન્ય રોગના નિયંત્રણ માટે મર્જર (ફૂગનાશક) દવા ગુન્દરીયા (સેટવેટ) સાથે મિશ્ર કરી છંટકાવ કરવો. ડૉ. મયંક પટેલ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
44
0
સંબંધિત લેખ