ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
હાયડ્રોપોનીક્સ તંત્રજ્ઞાન દ્વારા ઘાસચારાનું નિર્માણ
હાયડ્રોપોનીક્સ દ્વારા ઉત્પાદિત લીલો ઘાસ ચારો ઓછા ખર્ચમાં ચારાની અછત હોય ત્યારે સારો પર્યાય છે. માટી સિવાય ફક્ત પાણીનો ઉપયોગ કરીને ટ્રેમાં ધાન્ય ઉગાડીને બનાવેલ ઘાસચારાને હાયડ્રોપોનીક્સ ઘાસચારો કહેવાય છે. આ ચારો 7 થી 9 દિવસમાં 20 થી 30 સે.મી. ઊંચાઈના થઇ જાય છે. આ ચારામાં પ્રોટીન અને પાચક ઉર્જાનું પ્રમાણ વધુ હોય છે.
1. હાયડ્રોપોનીક્સ ચારો બનાવવા માટે વાંસ, વાંસની સાદડી, પ્લાસ્ટીકની ટ્રે, 50% ક્ષમતા વાળી શેડનેટ, ફોગર સિસ્ટમ વગેરેની જરૂર પડે છે. 2. આ સાધન સામગ્રી વાપરીને 72 સ્ક્વેર ફીટ જગ્યામાં 25 ફૂટ X 10 ફૂટ X 10 ફૂટ આકારના શેડની જરૂર પડે છે. 3. ચારો બનાવવા માટે મકાઈ, ઘઉં, જવ વગેરેનો વપરાશ કરવામાં આવે છે. ૪. આ ધાન્ય 10 થી 12 કલાક પલાળી સખવું અને પછી તેને 24 કલાક કંતાનની કોથળીમાં છાંયડામાં રાખવું. 5. પછી પ્લાસ્ટીકના ટ્રેમાં 1.5 થી 2 કિલો બિયારણ પાથરવા 6. આવી રીતે એક દુધાળા પશુ માટે 10 ટ્રે પ્રમાણે પશુઓની સંખ્યા પરથી ટ્રેની સંખ્યા નક્કી કરવી. 7. આ પ્લાસ્ટિકની ટ્રે હાયડ્રોપોનીક ઘાસચારા નિર્માણ ગૃહમાં સાત થી આઠ દિવસ રાખવી. 8. એક ઇંચ ઈલેક્ટ્રીક મોટર માટે લેટરલી જોડાણ આપીને ફોગર પદ્ધતિથી દર બે કલાકે પાંચ મિનીટ પ્રમાણે દિવસમાં સાત થી આઠ વાર પાણી આપવું. એક દિવસમાં 200 લીટર પાણી જરૂરી છે. 9. ચારની 7 થી 8 દિવસમાં વૃદ્ધિ થાય છે. સામાન્ય રીતે એક કિલો મકાઈમાંથી 10 કિલો લીલો ચારો તૈયાર થાય છે. હાયડ્રોપોનીક્સ ચારાના ફાયદા: 1. ચારાની અછતની પરિસ્થિતિમાં લીલો ચારો બનાવવા માટે સારો વિકલ્પ. 2. ઓછી જગ્યામાં, ઓછા પાણીમાં, ઓછા સમયગાળામાં, સસ્તામાં લીલો પૌષ્ટિક ચારાનું નિર્માણ. 3. પશુઓે આ ચારો 90% સુધી પચાવી શકે છે. ૪. પશુઆહારનો ખર્ચ 40 % ઓછો થાય છે. 5. પશુહોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 6. દુધના ફેટમાં વધારો થાય છે. દૂધ ઉત્પાદન ઓછામાં ઓછું અર્ધો લીટર જેટલું વધે છે. 7. પશુઓની પ્રજનન ક્ષમતા વધે છે. 8. પશુઓના શરીરમાં પ્રોટીન, ખનીજ, વિટામીનની ઉપલબ્ધતા વધે છે. સંદર્ભ-એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સીલેન્સ 8 ડીસેમ્બર 17
203
0
સંબંધિત લેખ