ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
પાક વીમા યોજના વિના પણ ખેડૂતોને બેંક તરફથી મળશે રાહત, ફક્ત કરવું પડશે આ કામ !
ઘણી વખત કુદરતી આફતના કારણે ખેડુતોનો પાક બરબાદ થઈ જાય છે. જેના કારણે ખેડુતોને ઘણી આર્થિક ખોટ સહન કરવી પડી છે. જો કે, આ સ્થિતિમાં ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત ખેડુતોને પાકના નુકસાનની ભરપાઇ કરવામાં આવે છે. પરંતુ શું ખેડૂતો જાણે છે કે તેઓ પીએમ પાક વીમા યોજના સાથે જોડાયેલા ન હોવા છતાં પણ પાકના નુકસાન અંગે તમે બેંકોની મોટી મદદ મેળવી શકો છો._x000D_ _x000D_ મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ સંદર્ભે માહિતી આપવામાં આવી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા મુજબ જો ખેડૂતનો 33 ટકાથી વધુ પાક નુકશાન થાય છે, તો જે બેંકમાંથી ખેડૂતે લોન લીધી છે, તે આ ઘટનાની માહિતી આપીને રાહત મેળવી શકાય છે. જાણીયે, તેને લગતી સંપૂર્ણ માહિતી વિશે._x000D_ _x000D_ પાક બરબાદ થાય તો શું કરવું?_x000D_ જો કોઈ ખેડૂતનો 33 ટકા કે તેથી વધુ પાક નુકશાન છે.સાથે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તો આ સ્થિતિમાં ખેડુતોને મોટી મદદ મળી શકે છે. આવી સ્થિતિમાં, ખેડૂતોએ તેમની બેંકને પાકના નુકસાન અંગે માહિતી આપવી પડશે. બેંક ને કહેવું પડશે કે તેણે બેંકમાંથી જે લોન લીધી છે તે ચુકવવાની ક્ષમતા પાકના નુકસાનથી પ્રભાવિત થઈ છે. કુદરતી આફતોમાં ભૂકંપ,ભૂસ્ખલન, દુષ્કાળ, વાવઝોડુ, પૂર, આગ લાગવી અને શીત લહેર વગેરે સમાવેશ છે._x000D_ _x000D_ જાણો, શું રાહત મળશે !_x000D_ જો ખેડૂત નો પાકનો 33 થી 50 ટકા પાકનું નુકશાન થયું છે, તો તે લોન ચૂકવવા માટે 2 વર્ષનો વધારાનો સમય મેળવે છે. આ સ્થિતિમાં, તમારી ટૂંકા ગાળાની લોન બેંક દ્વારા ટર્મ લોનમાં રૂપાંતરિત થાય છે. આ અંતર્ગત, 2 વર્ષમાંથી પ્રથમ વર્ષ માટે કોઈ હપ્તો ચૂકવવો પડતો નથી. જો પાકનું નુકસાન 50 ટકાથી વધુ છે, તો ખેડૂતને 5 વર્ષ માટે લોન ભરપાઈ કરવામાં રાહત મળી શકે છે. _x000D_ રાહતની જાણ કરવી પડશે !_x000D_ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ, આ પ્રકારની રાહત ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેઓ બેંકને પાકના નુકસાનની સંપૂર્ણ માહિતી આપે છે. જો ખેડૂત આમ નહીં કરે તો તે આ લાભથી વંચિત રહેશે. આરબીઆઈના જણાવ્યા મુજબ ખેડૂતની પ્રથમ જવાબદારી પાકને થતા નુકસાન અંગે બેંકને જાણ કરવી છે. ત્યારે જ સંબંધિત બેંક ખેડૂતને મદદ કરી શકશે._x000D_ _x000D_ સંદર્ભ : કૃષિ જાગરણ, 8 મે 2020 _x000D_ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_ _x000D_
458
0
સંબંધિત લેખ