એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચીમાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ
મરચીની રોપણી પછી શક્ય હોય ત્યાં સુધી આંતરખેડ કરતા રહેવું. ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો ઉપયોગ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિલિ અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટરમાં પાણી ભેળવી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
61
13