AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડા માં આવતી મોલોનું અસરકારક નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડા માં આવતી મોલોનું અસરકારક નિયંત્રણ !
ભીંડામાં આ જીવાત ગમે તે છોડની અવસ્થાએ આવી શકે છે. આ જીવાતની સાથે સાથે પરભક્ષી કિટક લેડીબર્ડ બીટલ્સની સંક્ખ્યાં પણ નોંધપાત્ર રહેતી હોય છે. ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ્સ લગાવી રાખવાથી જીવાતની વસ્તિનો ખ્યાલ આવે છે. ઉપદ્રવની શરુઆતે ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલિ અથવા ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૨ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. રહી જતા દવાના અવશેષોને ગણત્રીમાં લેતા આ દવાના છંટકાવ વખતે જો વિણી ચાલુ હોય તો દવાના છંટકાવ અને વિણી વચ્ચે ઓછામાં ઓછો ત્રણ દિવસનો ગાળો રાખવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
10
અન્ય લેખો