એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણવા જેવું, કીટકની શ્રુંગિકા વિષે આપ શું જાણો છો?
મોટા ભાગના કિટકોના માથા ઉપર એક જોડી શ્રુંગિકા (એન્ટેના) હોય છે અને તે સંવેદનાત્મક અંગ તરીકે કાર્ય કરે છે. આની મદદથી તે ગંધ, હવામાંનો ભેજ, તાપમાન, અવાજ, માર્ગ, ખોરાક, વિજાતિય (નર કે માદા) વિગેરે શોધી શકે છે. આની મદદથી તે એક બીજાને સંદેશાની આપ લે પણ કરે છે, જે આપે કીડી હારમાં સામસામે આવે ત્યારે તેમનું માથું એક બીજાને અડાડી આગળ ઉપરની માહિતી આપે છે. જો આ ભાગ ન હોય તો આપણી ફેરોમોન ટેક્નોલોજી ચાલે જ નહિં.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.