ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનકૃષિ જાગરણ
દેશમાં આ ભેંસની જાતિઓ માટે માંગ
ભેંસ દૂધાળ પ્રાણી છે. ઘણાં લોકો ગાયના દૂધ કરતા ભેંસનું દૂધ પસંદ કરે છે, અને ગ્રામ્ય ભાગમાં, તે ખૂબ ઉપયોગી પશુ છે. નીચે આપેલી ભેંસની કેટલીક એવી જાતિઓ છે જે આજકાલ વધુ માંગ ધરાવે છે.
મુરાહ પ્રજાતિ: • આ પ્રજાતિની ભેંસની આંખો અને શિંગડા સ્થાનિક ભેંસ કરતાં નાના હોય છે, જેને સરળતાથી ઓળખી શકાય છે. •.આ પ્રજાતિના શીંગડા ગોળ વળાંક વાળા , નાના, અને ધાર પાતળી હોય છે. • આ ભેંસની ગરદન લાંબી હોય છે જ્યારે પીઠ ખૂબ પહોળી હોય છે. તેની ચામડી પાતળી અને રંગ ઘેરો કાળો હોય છે. • મુરાહ ભેંસની કિંમત 40,000 થી 80,000 રૂપિયા હોય છે અને તે દિવસમાં 12 લિટર દૂધનું ઉત્પાદન કરે છે. • જો આ ભેંસ 12 લિટરથી વધુ દૂધ આપે, તો તેમની કિંમત રૂ. 45,000થી વધુ થઈ જાય છે. તેમની કિંમત ભારતના જુદા જુદા ભાગોમાં અલગ અલગ છે. ભદાવારી પ્રજાતિ: •. ભદાવારી ભેંસની પણ આપણા દેશમાં ભારે માંગ છે. જોકે આ જાતિ મુરાહની તુલનામાં ઓછું દૂધ ઉત્પન્ન કરે છે, પણ તેના દૂધમાં ચરબીની માત્રા વધુ હોય છે. • તે દરરોજ 4-5 લિટર દૂધ ઉત્પન્ન કરે છે અને તેમાં લગભગ 8% ચરબી હોય છે. • વિવિધ ભેંસમાં આ માત્રા 6% થી 14% ની વચ્ચે હોઈ શકે છે. તેના દૂધમાં ચરબીની ટકાવારી કોઈપણ ભેંસની જાતિ કરતા વધારે છે. સ્રોત - કૃષિ જાગરણ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
1758
3
સંબંધિત લેખ