AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દશપર્ણી અર્ક : તૈયાર અને સંગ્રહ કરવાની પદ્ધતિ
જૈવિક ખેતીખેતી બધાં માટે
દશપર્ણી અર્ક : તૈયાર અને સંગ્રહ કરવાની પદ્ધતિ
દશપર્ણી અર્ક તમામ પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવતું હોવાથી તે બધાં જ પ્રકારના જંતુઓ અને રોગોને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. તે છોડની સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે સાથે વિષાણુ અને ફૂગ પ્રતિકારક પણ છે. ખેડૂતો આ દ્રાવણને ઘરે પણ તૈયાર કરી શકે છે.
ઘટકો: ● નીચે જણાવેલ છોડના ભાગોને 500 લિટર ડ્રમમાં વાટવા ● લીંબડાના પાન – 5 કિ.ગ્રા. ● જમાલ ગોટા અને પપૈયાના પાન – 2 કિ.ગ્રા. ● ગળો(ગિલોય)ના પાન – 2 કિ.ગ્રા. ● સીતાફળના પાન – 2 કિ.ગ્રા., કરંજના પાન – 2 કિ.ગ્રા., એરંડાના પાન – 2 કિ.ગ્રા. ● કરેણના પાન – 2 કિ.ગ્રા. ● આકડાના પાન – 2 કિ.ગ્રા. ● વાટેલા લીલા મરચાં – 2 કિ.ગ્રા. ● વાટેલું લસણ – 250 ગ્રામ ● ગાયનું છાણ – 3 કિ.ગ્રા., ગૌમૂત્ર – 5 લિટર, પાણી – 200 લિટર તૈયાર કરવાની પદ્ધતિ ● 200 લિટરનું (પ્લાસ્ટિક ડ્રમ અથવા તેના જેવું) વાસણ લો. ● પ્રથમ તેમાં પાણી રેડો. ● દસ પ્રકારના તમામ પાંદડાને પાણીમાં ડૂબાડો ● ડૂબેલા પાંદડા પર ગાયનું છાણ અને ગૌ મૂત્રને રેડો ● તેને સારી રીતે ભેળવી દો અને 5 દિવસ માટે મૂકી રાખો ● છઠ્ઠા દિવસે, 5-7 લિટર પાણી ઉમેરો અને વાસણમાંના બધા ઘટકોને ફરીથી ભેળવી દો. ● તેને એક મહિના માટે યથાવત છોડી દો ● આ દ્ર્રાવણ ગાળ્યા બાદ દશપર્ણી અર્ક ઉપયોગમાં લેવા માટે તૈયાર છે. સંગ્રહ કરવાની પદ્ધતિ ● આ કીટનાશક તૈયારી દરમિયાન તેમજ તેના સંગ્રહ દરમિયાન કીટનાશકને છાંયડામાં રાખવું જોઇએ અને આ દ્રાવણને માખી દ્વારા મુકાતા ઇંડાથી અને ઈયળોની ઉત્પતિથી બચાવવા તારની જાળી અથવા પ્લાસ્ટીકની મચ્છરદાનીથી ઢાંકવું જોઇએ. ● અર્કને છ મહિના સુધી સંગ્રહી શકાય અને તે એક એકર જમીન માટે પર્યાપ્ત છે.. ● કીટનાશકને સારી સ્થિતિમાં ચાર મહિના સુધી સંગ્રહ કરી શકાય છે. કીટનાશકનો ઉપયોગ કેવી રીતે કરવો? છંટકાવ પદ્ધતિ – કીટનાશકને છોડ પર છંટકાવ કરી શકાય છે. સૂચન: ● 125 મિલિ કીટનાશકને 10 લિટર પાણી ભેળવીને મંદ દ્રાવણ બનાવો અથવા ● એક એકર માટે 2.5 લિટર કીટનાશકને 200 લિટર પાણી ભેળવીને મંદ દ્રાવણ બનાવો. સ્ત્રોત : એગ્રીકલ્ચર ફોર એવરીબડી જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
686
1