AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે લીલા પડવાશ પાકો ઉગાડો
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે લીલા પડવાશ પાકો ઉગાડો
લીલા પડવાશ પાકોના કારણે, જમીનમાં નાઇટ્રોજનું પ્રમાણ વધે છે. કઠોળના પાકો મુખ્ય પાકની બે હરોળની વચ્ચે વાવવા. જેથી તે મુખ્ય પાક માટે નાઇટ્રોજની પ્રાપ્યતા વધારે છે. જમીનની ફળદ્રુપતા વધારવા માટે લીલા પડવાશ પાકોની ખેતી કરવામાં આવે છે. મલ્ચીંગ જમીનમાં ભેજ જાળવી રાખે છે. લીલા પડવાશ પાકો વાડીમાં મલ્ચીંગ તરીકે અને નિંદણ અટકાવવા માટે મદદરૂપ થાય છે.
લીલા પડવાશ પાકોની ખેતી કરવામાં આવી હોય તેવા ખેતરોમાં, પાકની વાનસ્પતિક વૃદ્ધિ પછી અને ફૂલ બેસવાના તબક્કા પહેલા હળનો ઉપયોગ કરીને તેમને જમીનમાં દાટી દેવા જોઈએ. આ પદ્ધતિ ઊંડી જમીન, સારો વરસાદ ધરાવતા અને સિંચાઈની સુવિધા હોય તેવા ખેતરો માટે ઉપયોગી છે. આ પદ્ધતિમાં લીલા પડવાશ પાકો તરીકે શણ, ઇક્કડ, ગવાર, મગ અને અડદ જેવા પાકોની ખેતી કરવી. લીલા પડવાશ પાકોને દાટવા માટેનો યોગ્ય તબક્કો ફૂલ બેસતા પહેલાનો છે. લીલા પડવાશ પાકો પૂર્ણ વિઘટિત થયા બાદ, ખેતરમાં મુખ્ય પાકનું વાવેતર કરવામાં આવે છે. કપાસની ખેતી કરતી વખતે, બે કપાસની હરોળની વચ્ચે એક હરોળ ઇક્કડની વાવવી અને તેની 30-35 દિવસ બાદ લણણી કરવી અને તેને તે જ જગ્યા પર જમીનમાં દાટી દેવું. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ
95
0