ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
દેશની ખાંડની નિકાસ વધીને 17.44 લાખ ટન થઈ
નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશન (AISTA) એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજની તારીખ સુધીમાં ચાલુ માર્કેટિંગ વર્ષમાં દેશની ખાંડની નિકાસ વધીને 17.44 લાખ ટન થઈ છે. આ માર્કેટિંગ વર્ષ સપ્ટેમ્બરના અંતમાં પૂર્ણ થાય છે. 2017-18 દરમિયાન આશરે 5 લાખ ટનની નિકાસ કરવામાં આવી હતી. હાલમાં ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર 1 અને એપ્રિલ 6 વચ્ચેની નિકાસ 17.44 લાખ ટનની થઈ છે જેમાંથી કાચા ખાંડની નિકાસ લગભગ 8 લાખ ટનની છે. આશરે 4.3 લાખ ટનની નિકાસ થવાની તૈયારીમાં છે. વધુમાં AISTA ના સીઈઓ આર.પી. ભગિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ખાંડની કુલ નિકાસના કરાર લગભગ 27 લાખ ટન ના છે, જેમાંથી 21.7 લાખ ટન જથ્થો મિલોમાંથી મોકલવામાં આવી ચૂક્યો છે.
છેલ્લા માર્કેટીંગ વર્ષમાં ભારતે વૈશ્વિક બજાર ભાવો નીચા હોવા છતાં પણ લગભગ 5 લાખ ટન સ્વીટનર્સની નિકાસ કરી હતી, જેના કારણે ભારતીય શિપમેન્ટ્સ અસંગત થયું હતું. આપણાં ખાંડના મુખ્ય ગ્રાહકોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, સોમાલિયા અને ઇરાન મુખ્ય નિકાસ સ્થળો છે. કેન્દ્ર સરકારે 2018-19ના માર્કેટિંગ વર્ષ (ઑક્ટોબર-સપ્ટેમ્બર) માં મિલોને સરપ્લસ સ્ટોકને ઘટાડવા માટે 50 લાખ ટન ખાંડની નિકાસ કરવાનું કહ્યું હતું અને ખાંડની નિકાસને પ્રોત્સાહન આપવા સરકાર વિવિધ પ્રોત્સાહનો પ્રદાન કરી રહી છે. ચાલુ વર્ષના માર્કેટિંગ વર્ષમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન અગાઉના વર્ષના 325 ટનથી ઘટીને 310 લાખ ટન થઈ ગયું છે. જો કે દેશમાં હજુ પણ સરપ્લસ સ્ટોક પડેલો છે કારણ કે ભારતમાં વાર્ષિક ઘરેલું માંગ આશરે 260 લાખ ટન છે અને માટે મિલોમાં ગયા વર્ષનો મોટો જથ્થો પણ ઉપલબ્ધ છે. સ્ત્રોત - આઉટલુક એગ્રીકલ્ચર, 11 એપ્રિલ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
6
0
સંબંધિત લેખ