ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ તલમાં પાન વાળનાર ઇયળનું નિયંત્રણ
• તલનું વાવેતર ખેડૂતો ચોમાસા અને ઉનાળુ ઋતુમાં કરતા હોય છે. • ઉનાળુ તલમાં ગાંઠિયા ઇયળ, પાન વાળનાર ઇયળ, હોક મોથ ઇયળ, તડતડિયા, મોલો વિગેરે જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. • પાન વાળનારી શરૂઆતમાં વિકાસ પામતાં છોડનાં ટોચનાં કુમળા પાનને એકબીજા સાથે જોડી પાનની વચ્ચે રહી સંતાઇને પાન ખાય છે. • ખેડુતો આ જીવાતને તલનાં “માથા બાંધનારી ઇયળ” ના નામથી પણ ઓળખે છે. • પાકની ફૂલ અવસ્થાએ આ જીવાત કળી તથા ફૂલ ખાય છે. આવા નુકસાન પામેલા ફૂલમાં બૈઢા બેસતા નથી, જેથી છોડની ડાળીનો તેટલો ભાગ બૈઢા વગરનો ખાલી જોવા મળે છે. • આ જીવાત છોડની પાછલી અવસ્થાએ બૈઢામાં કાણુ પાડી તેમાંથી દાણા ખાઇ જાય છે. • આ જીવાતને "બૈઢા કોરી ખાનાર ઇયળ" પણ કહે છે. • પાન અને બૈઢા અવસ્થાએ થતાં નુકસાન કરતાં ફૂલ અવસ્થાએ થતું નુકસાન ઉત્પાદન ઉપર નોંધપાત્ર અસર કરે છે. • કેટલાક પરજીવી અને પરભક્ષી કિટકો આ જીવાતનું નિયંત્રણ કરતા હોય છે.
• આ જીવાત પાક પુરો થયેથી ગોખરુ કે નિંદામણ (Pedalium murex Linn) છે તેના ઉપર નભે છે. જેથી પાક દરમ્યાન અને પછી પણ આવા નિંદામણનો નાશ કરવો. _x000D_ • પાકનાં વાવેતર પછી તુરત જ ખેતરમાં પ્રકાશ પીંજર ગોઠવવાથી ફૂદાંની વસ્તી કાબુમાં રહે છે. _x000D_ • બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિયત તૈયાર દવાઓ ૨૦ મિલિ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં છંટકાવ કરવો._x000D_ • કિવનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી વાવેતર પછી ૩૦, ૪૫ અને ૬૦ એમ ત્રણ છંટકાવ કરવા._x000D_ _x000D_ એગ્રોસ્ટાર એગ્રોનોમો સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_ _x000D_ _x000D_
30
0
સંબંધિત લેખ