ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ઉગ્યા પછી તરત જ આવતી જીવાતોનું નિયંત્રણ
કપાસની વાવણી હાલમાં ખેડૂતો કરી રહ્યા અને કેટલાક ખેડૂતોનો કપાસ ઉગીને બહાર પણ આવી ગયો છે. કપાસની શરુઆતની અવસ્થાએ કેટલીક જીવાતોથી નુકસાન થતુ હોય છે. જો કાળજી ન રાખવામાં આવે તો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટતી જાય છે. આમતો કપાસના બીજને દવાની માવજત આપેલ હોય છે તેમ છતા પણ કેટલીક જીવાતોથી નુકસાન થતું જોવા મળેલ છે. આ જીવાતોમાં મુખ્યત્વે ઉધઇ, કીડીઓ, ભૂખરુ ચાંચવું, પાન કોરિયું (લીફ માઇનર), ખપૈડી વિગેરે નુકસાન કરે છે. _x000D_ _x000D_ નિયંત્રણ:_x000D_ • ઉધઇને શરુઆતથી રોકવા માટે સારુ કહોવાયેલું છાણિયુ ખાતર જ વાપરવું._x000D_ • જો લીલો પડવાશ કર્યો હોય તો જમીનમાં દાબ્યા પછી કહોવાવામાં માટે પુરતા દિવસો આપવા. જો વરસાદ ન થયો હોય તો છેવટે પિયત આપી દેવું કે જેથી કહોવાવાની પ્રક્રિયામાં ઝડપાતા આવે._x000D_ • ઉકરડામાંથી ખાતર ભરતા પહેલા તેમાંથી ન કહોવાયેલા છોડના જડિયાં/રાડા વિગેરે વીણી લેવા._x000D_ • જે ખેતરમાં દર વર્ષે ઉધઇનો પ્રશ્ન આવતો હોય તેવા ખેતરમાં હેક્ટરે ચાર લીટર દવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી પિયત સાથે ટીપે-ટીપે આપી પછી વાવણી કરવી._x000D_ • કપાસ ઉગ્યા પછી જો ઉધઇથી છોડ મરતા હોય તો આ દવા ૨૦ મિ.લિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે દરેક છોડને ટૂઆ આપવા._x000D_ • શેઢા-પાળા ઉપર આવેલ કીડીઓના દર વધારે હોય તો તેવા દરમાં ઉપર પ્રમાણે બનાવેલ દવા દરેડવી._x000D_ • ભૂખરા ચાંચવાની સંખ્યા ઓછી હોય તો દવા છાંટ્યા કરતા વહેલી સવારે ખેતરમાં જઇ હાથથી વીણી લઇ નાશ કરવા._x000D_ • આ ચાંચવા અટકાવ માટે લીંબોળીનું તેલ અથવા લીમડા આધારિત તૈયાર દવાઓનો છંટકાવ કરવો. ઉપદ્રવ વધુ હોય તો મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો._x000D_
126
4
સંબંધિત લેખ