કૃષિ યાંત્રિકીકરણઝી ન્યુઝ
CNG ટ્રેક્ટર ની વિશેષતાઓ !
1. CNG ટ્રેક્ટર અત્યંત સુરક્ષિત છે. કેમ કે સીએનજી ટેન્ક પર મજબૂત સીલ લગાવવામાં આવેલું છે. તેનાથી તેમાં ઈંધણ ભરતા સમયે અને ઈંધણ ફેલાવાની સ્થિતિમાં વિસ્ફોટનું જોખમ ઓછું રહે છે. 2. CNG ટ્રેક્ટરનું ભવિષ્ય છે. કેમ કે હાલ દુનિયામાં 1.2 કરોડ વાહન પહેલાંથી જ પ્રાકૃતિક ગેસથી સંચાલિત છે અને દરરોજ વધારે કંપનીઓ, નગરપાલિકાઓ સીએનજી તરફ આગળ વધી રહી છે. 3. ડીઝલની સરખામણીએ સીએનજીમાં કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો થાય છે. તેનાથી ખેડૂતોને ઈંધણના ખર્ચમાં 50 ટકા સુધીની બચાત થાય છે. 4. ટ્રેક્ટરથી ખેડૂતોના ખર્ચને ઓછું કરવામાં અને ગ્રામીણ ભારતમાં રોજગારની તક ઉભી કરવામાં મદદ મળશે 5. CNG ટ્રેક્ટરથી ખેડૂતોને વાર્ષિક 1 લાખ રૂપિયાની બચત થશે. કેમ કે તેનાથી ઈંધણના ખર્ચમાં મોટો ઘટાડો આવશે. ખેડૂતોને પોતાની આજીવિકામાં સુધારો કરવામાં મદદ મળશે. 6. CNG એક સ્વચ્છ ઈંધણ છે. કેમ કે તેમાં કાર્બન અને અન્ય પ્રદૂષણ ફેલાવનારા તત્વો સૌથી ઓછા છે. તે ઘણું સસ્તું છે. તેમાં સીસું લગભગ શૂન્ય બરાબર છે. 7. આ ટ્રેક્ટર ઓછું પ્રદૂષણ ફેલાવનારું હોય છે. જે ઈંધણની જીવન ક્ષમતા વધારવામાં મદદ કરે છે. તેના માટે નિયમિત ધ્યાન રાખવાની ઓછું જરૂર રહેશે. 8. CNGની કિંમતમાં પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ઉતાર-ચઢાવ હોય છે. આથી તે અત્યંત સસ્તું સાબિત થશે. ડીઝલ અને પેટ્રોલથી ચાલનારા વાહનોની સરખામણીમાં CNG વાહનોની સરેરાશ માઈલેજ શાનદાર હોય છે. 9. ટ્રાયલ રિપોર્ટ પ્રમાણે ડીઝલથી ચાલનારા એન્જિનની સરખામણીએ રેટ્રોફિટેડ ટ્રેક્ટર તેનાથી વધારે ક્ષમતાના હોય છે. સાથે જ તેનાથી ડીઝલની સરખામણીમાં કુલ કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો થયો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ :ઝી ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
8
અન્ય લેખો