AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
CNG કાર છે ખરીદવી? આ છે બેસ્ટ 5 ગાડીઓ !
ઓટોમોબાઈલ Zee News
CNG કાર છે ખરીદવી? આ છે બેસ્ટ 5 ગાડીઓ !
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન, જો તમે નવી CNG થી ચાલતી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આજે અમે તમને શ્રેષ્ઠ CNG કાર વિશે જણાવીશું, જે ના માત્ર તમારા બજેટમાં જ નહીં, પરંતુ લુક્સ અને સુવિધાઓની દ્રષ્ટિએ પણ મોંઘી કાર સાથે સ્પર્ધા કરશે. ચાલો જાણીએ તે કારની ખાસિયતો અને કિંમત વિશે. મારુતી સુઝુકી વેગન આર: ▪️ મારુતી સુઝુકીએ તેની હેચબેક કાર વેગન આરને ભારતીય બજારમાં બે પેટ્રોલ એન્જિનના વિકલ્પો સાથે લોન્ચ કરી છે. આ સિવાય આ કાર CNG વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. ▪️ સીએનજી વેગનઆર 1.0 લીટર 3-સિલિન્ડર એન્જિનથી ચાલે છે જે 57 પીએસ પાવર અને 78 એનએમ ટોર્ક જનરેટ કરે છે. ▪️ આ કાર દૈનિક ઉપયોગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ▪️ સીએનજી મોડલ ખરીદવું હોય તો તેની કિંમત 5,70,500 રૂપિયાથી શરૂ થાય છે. હ્યુન્ડાઇ સેન્ટ્રો: ▪️ સાઉથ કોરિયન ઓટોમેકર હ્યુન્ડાઇએ મેગ્ના અને સ્પોર્ટઝ વર્ઝનમાં સીએનજી વિકલ્પ સાથે નવી સેન્ટ્રોને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. ▪️ આ કાર 1.2 લીટર 4 સિલિન્ડર એન્જિનથી ચાલે છે જે CNG વેરિએન્ટમાં 60 PS પાવર અને 85 Nm ટોર્ક જનરેટ કરે છે. ▪️ આ કાર સીએનજી પર 30.48 કિમી/કિલોની માઇલેજ આપે છે. ▪️ જો તમે ઓછા બજેટમાં સ્ટાઇલિશ લુક અને મજબૂત પાવરવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ કાર તમારા માટે બેસ્ટ છે. ▪️ આ કારની શરૂઆતની કિંમત 5,99,900 લાખ રૂપિયા છે. મારુતી સુઝુકી અલ્ટો: ▪️ આ કાર નાના પરિવાર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેથી થોડા સમય પહેલા સુધી તે ભારતમાં સૌથી વધુ વેચાતી કાર હતી. ▪️ ઓછી કિંમતની આ કારનું પરફોર્મન્સ પણ મજબૂત છે. ▪️ CNG વેરિએન્ટ 31.59 કિમી/કિગ્રા માઇલેજ આપે છે. ▪️ આ કારની કિંમત 4,66,400 લાખ રૂપિયાથી શરૂ થાય છે. મારુતિ સુઝુકી સેલેરીયો: ▪️ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવનારી આ પહેલી બજેટ કાર છે. ▪️ પેટ્રોલ એન્જિન સિવાય કંપનીએ આ કારને CNG વેરિએન્ટમાં રજૂ કરી છે. ▪️ સીએનજી હેચબેક 1.0 લીટર એન્જિન દ્વારા સંચાલિત છે જે 57 પીએસ પાવર અને 78 એનએમ ટોર્ક જનરેટ કરે છે. ▪️ સીએનજી મોડલ 30.47 કિમી/કિલો માઈલેજ આપે છે. ▪️ જેની પ્રારંભિક કિંમત 5,95,000 રૂપિયા છે. મારુતિ સુઝુકી અર્ટિગા: ▪️ જો તમે 7 બેઠકની ક્ષમતા ધરાવતી CNG કાર શોધી રહ્યા છો, તો મારુતિ સુઝુકીની અર્ટિગા તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ▪️ આ કાર CNG પર 26.08 kmpl ની માઇલેજ આપે છે. ▪️ આ કારના CNG વેરિએન્ટની પ્રારંભિક કિંમત 9.46 લાખ રૂપિયા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
3