AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કઠોળના ભાવને અંકુશમાં લેવા માટે સરકાર 1.6 લાખ ટન સ્ટોક કરશે
કૃષિ વાર્તાદૈનિક ભાસ્કર
કઠોળના ભાવને અંકુશમાં લેવા માટે સરકાર 1.6 લાખ ટન સ્ટોક કરશે
નવી દિલ્હી: ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામ વિલાસ પાસવાને અધિકારીઓને કઠોળની વધતી જતી કિંમતોને અંકુશમાં લેવા માટે સખ્ત સૂચના આપી છે. પાસવાને પ્રથમ 100 દિવસમાં 16 લાખ ટન કઠોળના સંગ્રહ માટે જરૂરી પગલાં લેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
કઠોળનો પાક નબળો થવાથી અને આયાતના કડક નિયમોને લીધે કઠોળના ભાવમાં વધારો થયો છે. મહિના પહેલા 72 રૂપિયા વેચાતી તુવેર દાળપ્રતિ કિલો 15 થી 18 રૂપિયા સુધી મોંઘી થઈ છે. તે જ સમયે, મસૂર અને ચણા દાળના ભાવમાં પણ તીવ્ર વધારો થયો છે.એક ઉપરી અધિકારી એ જણાવ્યું હતું કે, બે વર્ષ પછીના લાંબા સમય પછી તુવેર ની કિંમત માં તેજી આવી છે. અમને લાગે છે કે કઠોળની ખેતી કરતા વિસ્તારોમાં ચોમાસું અનિયમિત રહ્યું છે. આ પરિસ્થિતિ બાદ સરકાર તુવેર અને અન્ય દાળ ના આયાત ક્વોટામાં વધારો કરી શકે છે. સંદર્ભ : દૈનિક ભાસ્કર, 2 જૂન 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
19
0