ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીએગ્રોવન
કૃષિમાં લીલો પડવાશ કરવાના ફાયદા
લીલો પડવાશનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લીલો પડવાશ કરવાની એક રીતમાં પાક દ્વારા અથવા પડતર જમીન, ખાલી ખેતર અને જંગલમાં ઉગાડવામાં આવતા વ્રુક્ષોમાંથી લીલા પાંદડા (ડાળી સાથે) એકત્રિત કરીને મેળવવામાં આવે છે. બીજી રીતમાં સામાન્ય રીતે કઠોળ વર્ગ ના પાક ને ખેતર માં વાવેતર કરવામાં આવે છે અને તે પૂરતી વૃદ્ધિ પછી જમીનમાં સમાવિષ્ટ કરી દેવાય છે. લીલા પડવાશ માટે ઉગાડવામાં આવતા છોડ લીલો પડવાશના પાક તરીકે ઓળખાય છે. જેમાં શણ ,ઇક્કડ, ધૈંચા, ગુવાર , અને સેસ્બેનિયા એ સૌથી મહત્વપૂર્ણ લીલો પડવાશ ના પાક છે. લીલા પડવાશનું ખાતર લીલા પાંદડા અને વૃક્ષોની ડાળીઓ, ઝાડીઓ અને ઔષધિઓ અન્યત્રથી એકત્રિત કરવામાં આવે છે તે લીલો પડવાશ તરીકે ઓળખાય છે. જંગલના વૃક્ષોના પાંદડા એ લીલા પડવાશના મુખ્ય સ્ત્રોત છે. પડતર જમીનમાં અને ખાલી ખેતરો વગેરેમાં કરવામાં આવેલા વાવેતરો અને ઉગાડવામાં આવતા છોડ પણ લીલા પડવાશ ના સ્ત્રોત છે.લીલા પડવાશ માટે ઉપયોગી મહત્વપૂર્ણ છોડની જાતોમાં, લીમડો , ગ્લાયરિકીડિયા, કરાંજી (પોંગમિયા ગ્લાબ્રા) કેલોટ્રોપિસ, એવિસ (સેસ્બેનિયા ગ્રાન્ડેફ્લોરા), સબાબુલ અને અન્ય ઝાડીઓ છે.
ફાયદા: • માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થમાં વધારો કરે છે • નાઇટ્રોજન ફિક્સેશનમાં વધારો કરે છે • જમીનની સપાટીનું રક્ષણ કરે છે • ધોવાણ અટકાવે છે • માટી ભૌગોલિક સ્થિતિ જાળવી રાખે છે અથવા સુધારે છે • ખારાશ માટે ઓછી સંવેદનશીલતા ધરાવે છે • જમીનના ઊંડાણ માંથી ઉપલબ્ધ પોષક તત્વો મેળવે છે અને બીજા પાક માટે ઉપલબ્ધ પોષક તત્વો સરળતાથી પ્રદાન કરે છે સ્રોત: TNAU એગ્રીપોર્ટલ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
411
2
સંબંધિત લેખ