ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
લોકપ્રિય બની રહી છે તુલસીની ખેતી, બજારમાં મળી રહ્યો છે સારો ભાવ !
જો તમે વાનસ્પતિક ખેતી કરીને પૈસા કમાવવા માંગો છો, તો તુલસીનો છોડ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. સામાન્ય રીતે, લોકો દરેક ઘરમાં ધાર્મિક અથવા સાંસ્કૃતિક રૂપે જોવા મળતા તુલસીનું મહત્વ સમજે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વ્યવસાયિક દૃષ્ટિકોણથી પણ આ છોડ નફો આપશે. ચાલો અમે તમને તેના વાવેતર વિશે જણાવીએ. તુલસી એક ઘરેલું છોડ છે તુલસી ને ઘણા નામોથી ઓળખવામાં આવે છે, પરંતુ તેનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેકશમ છે અને તે ઘરેલું છોડની શ્રેણીમાં મૂકવામાં આવે છે. ભારતમાં તેનું ઉત્પાદન મોટા પાયે થાય છે, પરંતુ વ્યવસાયિક દ્રષ્ટિકોણથી તે ખૂબ ઓછા લોકો દ્વારા ઉગાડવામાં આવે છે. ઔષધીય ગુણથી ભરપૂર છે તુલસી તુલસી ખરાબ જીવો અને વાયરસથી બચવા માટે અસરકારક છે. ઘણા સંશોધનોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તુલસી હવા ને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ છે. આ સિવાય તેનો ઉપયોગ તાણ, તાવ, સોજો વગેરે રોગોની સારવારમાં થાય છે. માટી એમ તો આની ખેતી તમામ પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે, પરંતુ સારી ઉપજ માટે ક્ષારીય જમીન ઉત્તમ છે. ખેતીની તૈયારી વાવણી કરતા પહેલા, સારી રીતે ખેડાણ કરીને જમીનને ભરભરી બનાવો. જો જરૂરી હોય તો ખાતરનો ઉપયોગ કરો, જો કે, તેને ખાસ ખાતરની જરૂર હોતી નથી. વાવણી વાવણી માટે, 4.5 x 1.0 x 0.2 મીટરના બીજ બેડ તૈયાર કરવા ફાયદાકારક છે. બીજ ને 60x60 સે.મી. ના અંતર પર 2 સે.મી.ની ઉડાઈમાં વાવો. નીંદણ દૂર કરો નીંદણ દૂર કરવા માટે ગોળાઈ કરો. વાવેતરના એક મહિના પછી પ્રથમ ગોળાઈ કરવી જરૂરી છે. સિંચાઈ ગરમી માં દર અઠવાડિયે એક સિંચાઈ જરૂરી છે. વરસાદના દિવસોમાં ખાસ સિંચાઈ જરૂરી હોતી નથી. જીવાત અને નિવારણ તુલસીના છોડ ને સૌથી વધુ નુકશાન પાન વાળનાર ઈયળ થી થાય છે. આ ઈયળ પાંદડા, કળી અને પાકને તેની ચપેટમાં લઈને તેને ખાઈ જાય છે. તેના નિવારણ માટે જૈવિક જંતુનાશક દવા છંટકાવ કરી શકાય છે. આ સિવાય તમે ક્વિનાલ્ફોસનો પણ ઉપયોગ કરી શકો છો. પાકની કાપણી રોપણી ના ત્રણ મહિના પછી તુલસીની કાપણી કરી શકાય છે. ઉત્પાદનનો ઉપયોગ તમે ઘણા કામો માટે કરી શકો છો, જેમ કે તેલ મેળવવા માટે, દવાઓ બનાવવા માટે, માળા અને સુશોભન વસ્તુઓ બનાવવા માટે. બજારમાં તુલસીની સારી માંગ છે. સંદર્ભ : કૃષિ જાગરણ, 23 જૂન 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
350
3
સંબંધિત લેખ