AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ATM માંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ, જાણો નવા નિયમ !
સમાચારઝી ન્યુઝ
ATM માંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ, જાણો નવા નિયમ !
👉 ભારતીય રિઝર્વ બેન્કે ગુરૂવારે એક મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કે કેશ અને નોન-કેસ એટીએમ ટ્રાન્ઝેક્શન પર ફ્રી મર્યાદા બાદ લાગતા ચાર્જમાં વધારો કર્યો છે. તમારે ફ્રી મર્યાદા બાદ એટીએમ ટ્રાન્ઝેક્શન કરવા પર 20 રૂપિયાની જગ્યાએ 21 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. 👉 રિઝર્વ બેન્કે એક સર્કુલર જારી કરીને કહ્યું કે, આ એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી બેન્કોને વધુ ઇન્ટરચેન્જ ફી અને ખર્ચ વધવાને કારણે થનારા નુકસાનમાં થોડી રાહત આપી શકાય. 👉 પરંતુ ગ્રાહકોને તેની બેન્ક તરફથી દર મહિને કેશ અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન એમ કુલ મળીને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળતા રહેશે. તેને મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમથી 3 ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમથી પાંચ ટ્રાન્ઝેક્શન હાલની જેમ ફ્રી મળતા રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
2