AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ATMથી ફાટેલી નોટ નિકળે તો ચિંતા ના કરવી, આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું !
કૃષિ વાર્તાસંદેશ
ATMથી ફાટેલી નોટ નિકળે તો ચિંતા ના કરવી, આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું !
ATMથી રોકડ નિકાળતા સમયે જો ફાટેલી નોટો નિકળે તો શું કરવું જોઇએ? કદાચ મોટા ભાગના લોકોને આ વિશે જાણકારી નથી હોતી અને જાણકારીના આ અભાવના કારણો લોકો પોતાનું નુક્સાન કરી બેસે છે. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ATMથી બહાર નિકાળે ફેટેલી નોટોનું શું કરવું અને તેની કેવી રીતે બદલાવી શકાય. જો ATMથી રોકડ રકમ નિકાળતા સમયે તમને કપાયેલ કે ફાટેલી નોટો મળે છે તો કોઇ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નછી. કારણ કે તમે આ નોટોને સરળતાથી બદલાવી શકો છો અને બદલામાં નવી નોટ અથવા સાફ નોટ લઇ શકો છો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના નિયમ અનુસાર ATMLથી ફાટેલી નોટોને બેન્કમાં જઇ બદલાવી શકાય છે. અને કોઇ પણ સરકારી અથવા ખાનગી બેન્ક આવું કરવાથી ઇન્કાર કરી શકે નહીં. બેન્કથી નોટ બદલાવી માત્ર થોડી મિનિટોની જ પ્રોસેસ છે. જો કોઇ બેન્ક પ્રોસિઝરના નામે તમને ખુબ જ સમય સુધી બેસાડી રાખે છે અથવા નોટ બદલવાથી ઇન્કાર કરે છે તો તમે પોલીસ પાસે તેની ફરિયાદ પણ કરી શકો છો. RBI અનુસાર આવું કરનાર બેન્કો પર 10 હજાર રૂપિયાનો દંડ થઇ શકે છે. તમે જે બેન્કના ATMથી રોકડ નિકાળી છે સૌથી પહેલા તે બેન્કમાં જાવ. ત્યાં પહોંચી તમારે સૌથી પહેલા એક અરજી લખવાની રહેશે, જેમા તમારે પૈસા નિકાળવાની તારીખ અને ATMનું લોકેશન ળકવાનું રહેશે. તેના પછી ATMથી પૈસા નિકાળ્યા બાદ નિકળેલી સ્લિપની કોપીને એપ્લિકેશન સાથે અટૈચ કરવાની રહેશે અને પછી તે બેન્કમાં કરવાનું રહેશે. જો તમારી પાસે ટ્રાંજેક્શનની સ્લિપ નથી તો પછી મોબાઇલ પર આવેલા ટ્રાંજેક્શનની માહિતીની જાણકારી આપવાની રહેશે. આ એપ્લિકેશન જમા કરતા જ બેંક ના અધિકારી તમારા એકાઉન્ટની માહિતી વેરિફાઇ કરશે અને તમામ વસ્તુ યોગ્ય રહેતા તમારી પાસેથી ફાટેલી નોટ લઇ લેશે અને તેના બદલામાં તમને નવી નોટ આપશે. આ આખી પ્રોસેસમાં માત્ર થોડી મિનિટોનો જ સમય લાગશે. 👉 સંદર્ભ : સંદેશ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
2
અન્ય લેખો