ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનએગ્રોવન
દુધાળા પશુ માટે પાણીનું વ્યવસ્થાપન
1) દુધાળા પશુને પીવાના પાણી માટે હંમેશા તાજું અને સ્વચ્છ પાણી આપો. પીવાના પાણીનું તાપમાન 16 થી 26 ડિગ્રી સેલ્શિયસ વચ્ચે હોવું જોઈએ . તથા પશુ ને પીવાનું પાણી દિવસ માં 3 વખત આપવું જોઈએ. 2) પશુઓ ને ઉનાળા દરમિયાન પૂરતી માત્રામાં પાણી આપવામાં આવે તો 15% થી 20% વધુ દૂધ ઉત્પન્ન કરે છે. જો પશુઓ ને ઓછુ પાણી મળે તો દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઘટાડો થાય છે. 3) જો પશુઓને ખોરાકમાં લીલો ચારો મળે તો ઓછા પાણીની જરૂર રહે છે. કારણ કે લીલા ચારામાં 65% થી 85% પાણી હોય છે. સુકાચારામાં 15% થી 35% પાણી હોય છે. જેથી પાણીની જરૂરિયાત વધારે રહે છે. 4) ઉનાળામાં લીલા ચારાની અછતને લીધે પશુઓને સુકોચારો વધારે આપવામાં આવે છે. 1 કિલો સુકા ચારો પચાવવા માટે પશુને 4-5 લિટર પાણીની જરૂર રહે છે.
5) નવા લાવવામાં આવતા પશુઓ સ્થાન અને પાણીના બદલાવને લીધે કદાચ ઓછુ પાણી પીવે છે. આ સમયે, પાણીમાં થોડો ગોળ ભેળવવો જોઇએ જેથી કરીને તેઓ તેને સરળતાથી પાણી પી શકે. 5) ગાય અને ભેંસ દિવસમાં આશરે 45-60 લિટર પાણી પીવે છે. બકરા અને ઘેટાં દરરોજ 4 થી 6 લીટર પાણી પીવે છે અને મરઘા 200 થી 250 મિલી પાણીનો ઉપયોગ કરે છે. 6) 1 લીટર દૂધ ઉત્પન્ન કરવા માટે પશુઓને 3 થી 4 લિટર પાણી પીવું જરૂરી છે. સોર્સ - એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
559
0
સંબંધિત લેખ