AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
રેશન કાર્ડને લગતી કેટલીક અગત્યની માહિતી !
☑️ ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો માટે રાશનકાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો માંનુ એક છે. ઘણી વખત એવું બને છે કે આપણા રાશનકાર્ડમાં કેટલીક ખામીઓ હોય અથવા આપણે રાશનકાર્ડ અપડેટ કરવું પડે ☑️ ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો માટે રાશનકાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનુ એક છે. ઘણી વખત એવું બને છે કે આપણા રાશનકાર્ડમાં કેટલીક ખામીઓ હોય અથવા આપણે રાશનકાર્ડ અપડેટ કરવું પડે. અથવા ઘણી વખત જો રાશનકાર્ડ ખોવાઈ જાય તો આપણે તેની ડુપ્લિકેટ કોપી બનાવવી પડે છે, ☑️ હવે તમે તમારા નજીકના CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા રાશનકાર્ડ સંબંધિત ઘણી સેવાઓ મેળવી શકો છો. ડિજિટલ ઈન્ડિયાએ એક ટ્વીટમાં આ અંગે વિગતવાર માહિતી આપી છે. ✔️ ડિજિટલ ઈન્ડિયાએ આપી માહિતી ✔️ડિજિટલ ઈન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી છે કે, 'કોમન સર્વિસ સેન્ટર સુવિધાએ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે, દેશભરમાં 3.70 લાખ CSC મારફતે રાશનકાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભાગીદારીથી સમગ્ર દેશમાં 23.64 કરોડથી વધુ રાશનકાર્ડ ધારકોને ફાયદો થવાની ધારણા છે. ✔️આ અંતર્ગત, હવે દેશભરમાં 23.64 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકો કોમન સર્વિસ સેન્ટર મારફતે રાશનકાર્ડની ઘણી સેવાઓનો લાભ લઈ શકે છે. ચાલો તેની સંપૂર્ણ પ્રક્રિયાને જાણીએ. ✔️ મળશે આ મહત્વપૂર્ણ સર્વિસિસ 1. રાશનકાર્ડની વિગતો કોમન સર્વિસ સેન્ટર દ્વારા અપડેટ કરી શકાય છે. 2. અહીંથી આધાર સીડિંગ પણ થઈ શકે છે. 3. આપ આપના રાશન કાર્ડની ડુપ્લિકેટ પ્રિંટ પણ કરાવી શકો છો. 4. આપ રાશનની ઉપલબ્ધતા અંગે પણ માહિતી મેળવી શકો છો. 5. તમે કોમન સર્વિસ સેન્ટર દ્વારા રાશનકાર્ડ સંબંધિત ફરિયાદો પણ કરી શકો છો. 6. જો રાશનકાર્ડ ખોવાઈ જાય, તો નવા રાશનકાર્ડ માટે પણ અરજી કરી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
33
6