ખેડૂતો ની પોતાની યોજના, ખેડૂત અકસ્માત વીમા યોજના !
ખેતી ના દરેક કામ માં જોખમ રહેલું હોય છે અને ખેતી માં આપણે અવારનવાર અકસ્માત થતાં હોય છે.જેમાં કોઈ સમયે ખેડૂતો ને અપંગતા તો ક્યારે કે મૃત્યુ પણ થાય છે. ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. આ યોજનાનો લાભ કઇ રીતે લઇ શકાય તેની વિગતો જાણીએ.