ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખવ્યાપાર સમાચાર
ગુગલ મેપ્સની મદદથી કોરોના સંક્રમિતોની જાણકારી મેળવી શકાશે !
👉કોરોના વાયરસથી બચવા અને તેનાથી જોડાયેલ અપડેટ માટે ગુગલ મેપ્સમાં સતત અપડેટ્સ આવી રહી છે. તેવામાં હવે કંપનીએ મેપ્સમાં ગુગલ આસિસ્ટંટ ડ્રાઇવિંગ મોડ જારી કરાયો છે. આ મોડમાં એન્ડ્રોઇડ અને IOS યુઝર્સને રિયલ ટાઈમમાં કોરોના વાયરસ સાથે જોડાયેલ સટીક જાણકારી મળશે. એટલે કે તમે ઘરથી બહાર નીકળશો ત્યારે તમને પબ્લિક પ્લેસ અને ટ્રાન્સપોર્ટ જેવા બસ,ટ્રેન અથવા વધુ ભીડભાડવાળા સ્થળોએ કોરોના સંક્રમિતો વિશે અગાઉથી જ માહિતી મળી જશે. 👉 ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેવા સંજોગોમાં ગુગલ મેપ્સ આ ફીચર લઈને આવ્યું છે. આ ઉપરાંત તેમાં છેલ્લાં 7 દિવસ દરમિયાન નોંધાયેલ કેસ,કોરોના વાયરસથી થનાર મૃત્યુની વિગતો મળી શકશે. ગૂગલે જણાવ્યું હતું કે આ ફીચરની મદદથી લોકલ ઓથોરિટીની ગાઇડલાઇન,ટેસ્ટિંગ સાઈટ અને લિંકની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોઈ ચોક્કસ એરિયાનાં ઓલ ટાઈમ ડિટેકટ કેસ બાબતે જાણકારી પણ મળશે. આ માહિતી સત્તાવાર સોર્સથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. 👉આ ઉપરાંત યુઝર્સ ડિલિવરી ઓર્ડરનું લાઈવ સ્ટેટ્સ પણ જોઈ શકે છે. આ ફીચર તમને સંભવિત ઓર્ડરનો ડિલિવરી ટાઈમ,પીકઅપ ટાઈમની જાણકારી પણ ઉપલબ્ધ કરાવશે. તમને અનુમાનિત વેઇટિંગ ટાઈમ,ડિલિવરી ફી બાબતે પણ જાણકારી મળશે. ગુગલ મેપથી યુઝર્સ પોતાની પસંદગીના ફૂડને ઓર્ડર કરી શકશે. આ ફીચરને આઇઓએસ અને એન્ડ્રોઇડ યુઝર માટે ભારત,ઓસ્ટ્રેલિયા,બ્રાઝીલ,કેનેડા,જર્મની અને અમેરિકામાં લાગુ કરવામાં આવ્યું છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : વ્યાપાર સમાચાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
7
સંબંધિત લેખ