પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુને લીલો ચારો / રજકો ખવડાવતી વખતે રાખવાની કાળજી !
લીલો રજકો પશુઓને વધારે પડતો ખવડાવવાથી પશુને આફરો ચઢવાની શક્યતા વધી જાય છે આથી જાનવરને ભૂખ્યા પેટે વધારે પડતો રજકો નિરણ કરશો નહિ. રજકો ખવડાવતાં પહેલાં સૂકોચારો ખવડાવવો જોઇએ અથવા લીલા રજકામાં ખાવાનું તેલ ૫૦ ગ્રામ થી ૧૦૦ ગ્રામ છાંટીને આપવાથી આફરો ચઢવાની શકયતા ઘટી અથવા નહીંવત થઇ જાય છે. હંમેશા લીલો ચારો / રજકો અન્ય સૂકાચારા સાથે મિશ્ર કરી આપવો જોઇએ . 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
33
6
અન્ય લેખો