સલાહકાર લેખVTV Gujarati News
આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે, જુઓ આ સરળ પ્રોસેસ !
👉જો તમારી પાસે એકથી વધુ મોબાઈલ નંબર છે અથવા તો તમે ઘણીવાર તમારો મોબાઈલ નંબર ચેન્જ કરી ચૂક્યા છો તો આ સમાચાર તમારા કામના છે. જો તમે ભૂલી ગયા છો કે તમારા આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તો જરાય પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું, કે કઈ રીતે તમે જાણી શકો તમારો નંબર આધાર સાથે લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે. આધારથી લિંક મોબાઈલ નંબર આ રીતે જાણો સૌથી પહેલાં UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in પર જાઓ. 👉ત્યારબાદ My Aadhar પર જાઓ અને અહીં તમને Aadhar Servicesનું ઓપ્શન જોવા મળશે. 👉Aadhar Services પર પહેલું જ ઓપ્શન Verify an Aadhar Number હશે. તેના પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે. જ્યાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાંખો. 👉ત્યારબાદ પ્રોસીડ ટૂ વેરિફાઇ પર ક્લિક કરો. 👉જે બાદ તમને તમારું આધાર સ્ટેટસ જોવા મળશે. 👉જો તમારા આધાર સાથે કોઈ નંબર લિંક નહીં હોય તો કંઈ નહીં લખ્યું હોય. એનો મતલબ છે કે તમારા આધાર સાથે કોઈ નંબર લિંક નથી. 👉જો તમારા આધાર સાથે કોઈ મોબાઇલ નંબર લિંક હશે તો તેના પાછળના ત્રણ આંકડા જોવા મળશે. 👉આ રીતે તમે તમારા આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે જાણી શકો છો. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
62
5
સંબંધિત લેખ