કૃષિ વાર્તાવ્યાપાર સમાચાર
CAIનો પ્રથમ અંદાજ - કોટનનું ઉત્પાદન નવી સીઝનમાં 356 લાખ ગાંસડી થશે !
👉🏻 મુંબઇઃ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (CAI)એ પોતાના પ્રથમ અંદાજમાં કોટન વર્ષ 2020-21 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં દેશમાં કપાસનો ઉત્પાદન અંદાજ 356 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) અંદાજ્યો છે. આ ઉત્પાદન વિતેલા વર્ષની તુલનામાં ચાર લાખ ગાંસડી ઓછુ છે. કેટલાંક કપાસ ઉત્પાદક વિસ્તારોમાં પાકને વધારે વરસાદથી નુકસાન થયુ તેમજ ગુલાબી ઇયળના હુમલાથી ઉત્પાદનમાં ઘટાડો અંદાજ્યો છે. આ અંદાજ આરંભિક છે તેમજ સીએઆઇ આગામી સમયમાં પુનર્મૂલ્યાંકન કરશે. નોંધનિય છે કે, નવુ કોટન વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. 👉🏻 CAIના મતે સીઝન વર્ષ 2019-20માં કોટનની કુલ સપ્લાય 477.50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જ્યારે ઓપનિંગ સ્ટોક107.50 લાખ ગાંસડી રહેશે. સીઝનમાં 356 લાખ ગાંસડીના ઉત્પાદન ઉપરાંત 14 લાખ ગાંસડી કોટનની આયાત થવાની સંભાવન છે. ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021માં કુલ સ્થાનિક વપરાશ 330 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. CAIના મતે કોટનની નિકાસ 60 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. જ્યારે સીઝનના અંતમાં કેરી ઓવર સ્ટોક87.50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. 👉🏻CAI એ ચાલુ સીઝનમાં ઉત્તર ઝોનમાં કોટનનું ઉત્પાદન 60 લાખ ગાંસડી અંદાજ્યો છે. આ ઝોનમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાન શામેલ છે. મધ્યઝોનમાંકોટનનો ઉત્પાદન અંદાજ 198 લાખ ગાંસડી આંકવામાં આવ્યો છે. મધ્ય ઝોનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ શામેલ છે. દક્ષિણ ઝોનમાં કોટનનો પાક 93 લાખ ગાંસડી રહેશે. આ ઝોનમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ શામેલ છે. ઓરિસ્સામાં ચાર લાખ ગાંસડી તેમજ અન્યત્ર એક લાખ ગાંસડીનું ઉત્પાદન થશે. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : વ્યાપાર સમાચાર, આપેલ કપાસ સમાચાર ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરો.
13
5
સંબંધિત લેખ