કૃષિ વાર્તાVTV ન્યૂઝ
સરકાર લાવી રહી છે નવી યોજના, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં શરુ થયો પ્રોજેક્ટ !
• આ માટે 174.6 કરોડ રુપિયાનું કુલ બજેટ ફાળવવામાં આવ્યું • પોત પોતાના જિલ્લામાં આ પોષણયુક્ત ચોખાનું વિતરણ શરુ કરી દીધું • 2019-20થી શરુ થઈ રહેલા 3 વર્ષોમાં માટે મંજૂરી મળી ગઈ 1) આ સંદર્ભમાં કેન્દ્રીય ખાદ્ય તથા ગ્રાહકોના મામલે, રેલવે, વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ વર્ષે 31 ઓક્ટોબરે થયેલી એક સમીક્ષા બેઠકમાં દેશમાં આને પોષણયુક્ત ચોખા વિતરણને વધારવા પર ભાર મુક્યો હતો. 2) ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ) આ યોજના 2021-22 માટે સમન્વિત બાળ વિકાસ સેવા (આઈસીડીએસ) અને મિડ ડે મીલ (એમડીએમ) યોજનાઓ હેઠળ તૈયાર કરશે. આનું વિશેષ ધ્યાન દેશને 112 વિશેષ રુપે ઓળખવામાં આવેલા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં પોષણયુક્ત ચોખાનું વિતરણ કરાશે. આ જિલ્લાઓને કવર કરવા માટે લગભગ 130 લાખ મેટ્રિક ટન પોષણયુક્ત ચોખાની જરુર છે. હાલમાં તેનું પ્રમાણ 15 હજાર મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. 3) આ માટે દેશમાં આફઆરકેની પૂર્તિ ક્ષમતાને લગભગ 1.3 લાખ મેટ્રિક ટન સુધી વધારવાની જરુર છે. જો તમામ પીડીએસના ચોખાની આપૂર્તિ જે અત્યારના સમયે 350 લાખ મેટ્રિક ટન છે જેને પોષણયુક્ત ચોખાની આપૂર્તિને બદલવાનું છે તો ઉદ્યોગોન 3.5 લાખ મેટ્રિક ટન એફઆરકેની આપૂર્તિની નિરંતરતાને વધારવાનું રહેશે. 4) આ ઉપરાંત આ સમયે દેશને લગભગ 28 000 ચોખા મળે છે. જેને બ્લેંન્ડિંગ મશીનોથી સુશજ્જિત કરવાનું રહેશે. જેથી સામાન્ય ચોખામાં એફઆરકેનું મિશ્રણ કરી શકે. એફસીઆઈએ કહ્યું કે તે આ બાબતમાં જરુરી રોકાણ માટે વિભિન્ન સેક્ટરોમાં સ્થિત ચોખા મિલોની સાથે ગઠબંધન કરશે. એફસીઆઈ તરફથી આ ઓપરશનલ તૈયારીથી 2021-22થી ચરણબદ્ધ રીતે પોષણયુક્ત ચોખાની ખરીદી તથા તેને પુરુ પાડવામાં સફળતાપૂર્વક વુદ્ધિ કરી શકાય. સંદર્ભ : VTV Gujarati. આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
37
5
અન્ય લેખો