પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
બન્ની ભેંસ ના શારીરિક અને આર્થિક લક્ષણો !
બન્ની ભેંસ મુખયત્વે કચ્છ વિસ્તાર માં જોવા મળે છે જે ઓછા નિભાવમાં પણ સારું દૂધ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. શારીરિક લક્ષણો : 1. આ ભેંસો મધ્યમથી મોટા કદની, મજબૂત બાંધો ધરાવતી અને મહદઅંશે કાળા રંગની 2. માથા સાથે ૯૦ અંશ નો ખૂણો બનાવી ડબલ કુંડાળી જેવા ગોળાકાર શિંગ હોય 3. પગ નાના અને મજબૂત, કુલાનો ભાગ પોળો ઉપરની ત૨ફ વિકસેલો તથા સુવિકસિત બાવલું અને આંચળ હોય આર્થિક લક્ષણો : સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન 10 થી ૧૧ કિ.ગ્રા વેતરનું દૂધ ઉત્પાદન 2500 થી 3000 કિ.ગ્રા. પ્રથમ વિયાણ ઉમર 40 થી 45 માસ દુધાળ દિવસો 300 થી 310 દિવસ ફેટ ની ટકાવારી : 7% થીજવેલ બીજ ફ્રોઝન સીમેન બેંક રાજકોટ અને કુદરતી સંવર્ધન માટે સાંઢ પશુ ઉછેર કેન્દ્ર ભુજ થી પ્રાપ્ત થશે. સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ. આપેલ માહિતી ને લાઈક કરી દરેક મિત્રો ને શેર કરો.
46
9
અન્ય લેખો