કૃષિ વાર્તાવ્યાપાર સમાચાર
ડુંગળી કરતા ખેડૂતો માટે આવ્યા ખુશી ના સમાચાર, ખેડૂતોને થશે ફાયદો !
ગળીના ભાવ સતત વધી રહ્યા ત્યારે સરકારે લોકોની મુશ્કેલી વધે તેવો વધુ એક નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણયથી ડુંગળી ઉત્પાદક ખેડૂતોને ફાયદો થશે. આજે સરકારે ડુંગળીની જાત બેંગ્લોર રોઝ અને કૃષ્ણાપુરમ્ વેરાયટીની મર્યાદિત નિકાસને મંજૂરી આપી છે. સરકારે શરતી છુટછાટ માટે ઉપરોક્ત બંને પ્રકારની ડુંગળીની 31 ટકા 2021, સુધી 10-10 હજાર મેટ્રિક ટન નિકાસ કરવાની મંજૂરી આપી છે. ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અમિત યાદવે એક નિવેદનમાં આ માહિતી આપી છે. ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય પીયુષ ગોયલે કહ્યુ કે, સરકારના આ નિર્ણયથી ખેડૂતોનું સશક્તિકરણ થશે અને તેમની આવકમાં વૃદ્ધિ થશે. દેશમાં ડુંગળીના ભાવને વધતા અટકાવવા માટે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. બેંગ્લોર રોઝ ડુંગળીની નિકાસની મંડૂરી માત્ર ચેન્નઇ પોર્ટથી કરવાની મંજૂરી હશે અને નિકાસ 31 માર્ચ, 20201 સુધી પૂર્ણ થવી જોઇએ.
સંદર્ભ : વ્યાપાર સમાચાર, 9 ઓક્ટોબર 2020. આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
38
13
સંબંધિત લેખ