સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી માં થ્રિપ્સ નું નુકશાન અને નિયંત્રણ !
થ્રિપ્સ ની ઓળખ : આ જીવાત પીળાશ પડતી અથવા ભૂખરા રંગની હોય છે. જેની બંને પાંખોની ધાર ઉપર નાના વાળ હોય છે . બચ્ચાં પાંખ વગરના અને આછા પીળા રંગના હોય છે. બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહી મુખાંગો વડે ઘસરકા પાડી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે જેને પરીણામે પાન કોકડાઈ જાય છે. આવા પાનનું નિરિક્ષણ કરતા હોડી આકારના જણાય છે. નિયંત્રણ : ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૧૦ મિ.લિ. અથવા થાયમેથોકઝામ ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ મળે છે. ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો ઉપયોગ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિલિ અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટરમાં પાણી ભેળવી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
39
6
અન્ય લેખો