સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ !
પાક ઉત્પાદનમાં જુદા જુદા પાકમાં વિવિધ જીવાતો અને રોગો , પાકોનું ઉત્પાદન ઘટાડે છે . આ માટેનાં પગલાં નીચે પ્રમાણે છે : • બીજને વાવતાં પહેલાં બીજની માવજત ( Seed Treatment ) ભલામણ કરેલ દવાઓથી કરવી જોઈએ. • રોગ અને જીવાત પ્રતિકારક જાતોની વાવણી માટે પસંદગી કરવી જોઈએ. • જમીનમાં એક જ પાક પદ્ધતિ ( Sole Cropping Pattern ) ન અપનાવતાં પાકની ફેરબદલી કરવી જોઈએ. • જો ઊભા પાકમાં જીવાત નિયંત્રણ માટે ખેતરની ફરતે અથવા ખેતરમાં અમુક અંતરે પીંજર પાકો ( Trap Crop ) ની લાઇનોની વાવણી કરવાની પદ્ધતિ અપનાવવાથી જુદી જુદી જીવાતોનું સહેલાઈથી નિયંત્રણ કરી શકાય છે. દા.ત., ૧. ટામેટાની ખેતીમાં હજારી ગલગોટાનું વાવેતર કરવાથી હેલીઓથીસ ( લીલી ઇયળ ) નામની જીવાતનું સરળતાથી નિયંત્રણ કરી શકાય છે. ૨. મકાઈના પાકમાં કાતરાના નિયંત્રણ માટે ખેતરની ફરતે ૩ થી ૪ હાર શણના પાકની કરવાથી કાતરાનું નિયંત્રણ સરળતાથી કરી શકાય છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
21
1
અન્ય લેખો