કૃષિ વાર્તાzeenews
PM ના જન્મદિવસે ગુજરાતને મળશે આ 5 ભેટ, ખેડૂતો માટે ફાયદાના સમાચાર !
પ્રાકૃતિક ખેતી માટેના વધુ બે પગલાં 1. ગાય 🐄 આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચની રૂ. ૯૦૦ની સહાય 2. જીવામૃત બનાવવા માટે કિટ સહાયની યોજનાના ઇ-લોન્ચીંગ કરવામાં આવશે વડાપ્રધાન ના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે રાજ્યમાં કૃષિ-ખેડૂત કલ્યાણ, મહિલા ઉત્કર્ષ, આદિજાતિ વિસ્તારમાં પાણી પૂરવઠાના કામોના લોકાર્પણ-કાર્યારંભ તેમજ અન્ય કામ માં ૧૦ જેટલા MoU અને પાટનગર ગાંધીનગરમાં 24x7 પીવાના પાણીની યોજનાના ઇ-ખાતમૂર્હત ઇ લોન્ચીંગ કાર્યક્રમો યોજાવાના છે. ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના : ગુરૂવારે તા.૧૭ સપ્ટેમ્બરે સમગ્ર દિવસ દરમ્યાન યોજાનારા આ વિકાસ પંચામૃત કાર્યક્રમોમાં સૌ પ્રથમ કાર્યક્રમ ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અન્વયે પ્રાકૃતિક ખેતી માટેના વધુ બે પગલાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચની રૂ.900 ની સહાય તેમજ જીવામૃત બનાવવા માટે કિટ સહાયની યોજનાના ઇ-લોન્ચીંગ કરવામાં આવશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’’ યોજના અન્વયે પ્રથમ બે પગલાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન સહાય યોજનાનું તાજેતરમાં તા. ૧૦મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીશ્રીએ ઇ-લોન્ચીંગ કર્યુ હતું. તા. ૧૭મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મદિનની રાજ્યના ધરતીપુત્રોને ભેટ રૂપે હવે વધુ બે પગલાંઓનું લોન્ચીંગ થવાનું છે. ખેડૂતોને રૂ. ૧.૩ર કરોડની 💸 સહાય : મુખ્યમંત્રી આ અવસરે પ્રતિકરૂપે ગાંધીનગરમાં લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો અર્પણ કરશે. સમગ્ર રાજ્યમાં આ બેય યોજનાઓ અંતર્ગત કુલ રૂ. ૮૦ કરોડની 💸 સહાય બે લાખ જેટલા ધરતીપુત્રોને આપવાનું આયોજન છે. પ્રધાનમંત્રીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે માત્ર એક જ દિવસમાં ૪૯૦૦ લાભાર્થી ખેડૂતોને રૂ. ૧.૩ર કરોડની 💸 સહાય ચૂકવાશે. સંદર્ભ : Zee News, 17 સપ્ટેમ્બર 2020. આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ના હીત માટે અવશ્ય શેર કરો.
69
5
અન્ય લેખો