કૃષિ વાર્તાવીટીવી ગુજરાતી
ખેડૂતો માટે સરકાર લાવી છે નફાવાળી યોજના, 80% મળશે સબસિડી !
• સરકાર હંમેશા ખેડૂતોની કમાણી વધારવા માટે નવી નવી યોજનાઓ લાવતી રહે છે • જેથી તેમના પર આર્થિક બોજ ન પડે. • ખેડૂતો માટે સરકાર ફાર્મ મશીનરી બેન્ક યોજના લઇને આવી. • ખેડૂતો માટે ખુશીના સમાચાર • ફાર્મ મશીનરી બેન્ક યોજના • સરકાર આપશે 80 ટકા સબસિડી ખેડૂતો માટે ફાર્મ મશીનરી બેન્ક બનાવવામાં આવી છે. અત્યારના સમયમાં ખેતી મશીનરી વગર અસંભવ છે પરંતુ કેટલાક ખેડૂતો એવા છે કે તે મશીન નથી ખરીદી શકતા, જેથી સરકાર રેન્ટ પર મશીન આપવાની આ યોજના લાવ્યું છે. આ માટે સરકારે વેબસાઇટ અને મોબાઇલ ઍપ દ્વારા ખેડૂત સમૂહોને એકઠા કર્યા છે. સરકાર આપશે 80% સબસિડી : નૌજવાન ફાર્મ મશીનરી બેન્ક ખોલીને નિયમિત અને સારી ઇન્કમ કરી શકાય છે. આ યોજના પર સરકાર 80 ટકા સબસિડી આપે છે. સાથે જ બીજી કેટલીય પ્રકારની મદદ સરકાર આપશે. 20 ટકા પૈસા રોકવા પડશે : કેન્દ્ર સરકારે દેશભરમાં કસ્ટમ હાયરિંગ સેન્ટરને 🚜 પ્રોત્સાહન આપી રહી છે અને 50 હજારથી વધારે કસ્ટમ હાયરિંગ સેન્ટર બની ચૂક્યા છે. ફાર્મ મશીનરી બેન્ક માટે ખેડૂતને 20 ટકા પૈસા જ ભરવા પડશે. સબસિડી 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની આપવામાં આવશે. ત્રણ વર્ષમાં એકવાર સબસિડી : ખેડૂત પોતાના ફાર્મ મશીનરી બેન્કમાં સીડ ફર્ટિલાઇઝર ડ્રીલ, પ્લાઉ, થ્રેસર, ટિલર, રોટાવેટર જેવા મશીન રેન્ટ પર લઇ શકશે. કૃષિ વિભાગની આ યોજના પર ત્રણ વર્ષમાં એક જ વાર સબસિડી મળી શકશે. એક વર્ષમાં ખેડૂત ત્રણ અલગ અલગ યંત્ર કે મશીન રેન્ટ પર લઇ શકશે. આ રીતે કરી શકશો એપ્લાય : • ફાર્મ મશીનરી બેન્ક માટે ખેડૂતોએ ઇ-મિત્રમાં એક ફી લઇને આવેદન કરવું પડશે. • એપ્લીકેશનની સાથે સાથે ફોટો • મશીનરી બિલની કોપી • આધાર કાર્ડ • બેન્ક ખાતાની પાસબૂકની ઝેરોક્સ આ તમામ ડોક્યુમેન્ટ સહિત કેટલાક દસ્તાવેજ જમા કરાવવા પડશે. સંદર્ભ : વીટીવી ગુજરાતી. યોજનાકીય કૃષિ સમાચાર ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
337
76
સંબંધિત લેખ