એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણની ડોકા મરડી ઇયળ છોડને નુકસાન કરે તે પહેલા તેનું ડોકુ મરડી નાંખો
ઇયળ ડૂંખ અને ફળને નુકસાન કરે છે. જેમ જેમ પાકની અવધિ વધતિ જાય તેમ તેમ નુકસાન પણ વધતું જણાય છે. ફળ ઉપર કાણૂં હશે પણ અંદર ઇયળ નહિ હોય કેમ કે તે કાણૂં પાડી બહાર નીકળી કોશેટામાં ફેરવાઇ હશે. સંકલિત કીટ નિયંત્રણની પધ્ધતિ સાથે સાથે જરુર જણાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રા અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
43
18
સંબંધિત લેખ