એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં મિલીબગ નું સંકલિત વ્યવસ્થાપન !
કપાસ ઉપરાંત અન્ય પાકોમાં પણ મીલીબગ જોવા મળે છે. આ જીવાત છોડના દરેક ભાગ ઉપર ચોંટી રહીને રસ ચૂસે છે. પાન વાંકાચૂકા અને બેડોળ થઇ વૃધ્ધિ અટકે છે. ઉપદ્રવિત પાન પીળા પડી સુકાઇ જઇ ખરી પડે છે. આ જીવાતથી પ્રકાશસંશ્વલેષણની પ્રક્રિયા પણ ખોરવાય છે. સંકલિત વ્યવસ્થાપન : • શેઢા - પાળા પર ઉગતા નિંદામણ સદંતર નાશ કરવા. • ચીક્ટો ઉપદ્રવિત નિંદામણ કપાસના છોડને ઉપાડ્યા પછી વહેતા પાણીમાં પણ નાખવા નહીં પરંતુ તેમને તે જ જગ્યાએ બાળીને નાશ કરવો . • પાકમાં ચીક્ટો નાં ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે વધુ ઉપદ્રવિત છોડને ઉપાડીને જમીન ઉપર ન પડે તે રીતે કોથળામાં નાખી , ખેતરની બહાર લઇ જઇ તાત્કાલીક બાળી નાખવા. ખેત ઓજારો જેવા કે હળલાકડા, કરબ, ટ્રેકટર વગેરેને ચીક્ટો ઉપદ્રવિત ખેતરમાં ઉપયોગ કર્યા પછી તંદુરસ્ત ખેતરમાં ખેડ કરવા જતા પહેલાં પાણીનાં ફુવારાથી બરાબર સાફ કરીને અથવા કીટનાશી દવાનો છંટકાવ કરી ઉપયોગ કરવો. • જો શરૂઆતમાં છુટા છવાયા છોડ પર ચીક્ટો નો ઉપદ્રવ જણાય તો તેવા છોડ ઉપર જ ભલામણે જંતુનાશક દવાનો છંટકાવ કરવો કે જેથી આગળ વધતા અટકાવી શકાય . નિયંત્રણ: • ઉપદ્રવની શરુઆતે લીંબોળીનું તેલ ૪૦ મિ.લી. અથવા લીમડા આધારીત જંતુનાશક દવા ૧૦ મિ.લી. ( ૧ ઇસી ) થી ૪૦ મિ.લી. ( ૦.૧૫ ઇસી ) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . • હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે લેકાનીસીલીયમ લેકાની નામની રોગપ્રેરક ફુગ ૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો . • પાકમાં ચીક્ટાનો ઉપદ્રવ વધારે જણાય ત્યારે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૨૦ મિ.લી. અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી ૧૦ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. દવા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે જરૂરીયાત પ્રમાણે ૨-૩ છંટકાવ કરવા . દવાના દર ૧૦ લી પ્રવાહી મિશ્રણમાં કોઈ પણ સ્ટીકર ૧૦ મીલી લેખે ઉમેરવાથી વધુ અસરકારક પરિણામ મળે છે . • દરેક છંટકાવ વખતે દવા બદલવી અને છોડ દવાથી પુરે પુરો ભીંજાય તેની કાળજી લેવી .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
21
1
સંબંધિત લેખ