સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, ઉપયોગી જીવાણું બેકટેરીયા અને વાઇરસ વિશે !
બેસીલસ થુરીન્જીએન્સીસ નામના જીવાણુ જીવાતની ઇયળોમાં રોગ પેદા કરે છે. જેનો ઉપયોગ કરવાથી કેટલીક જીવાતો કાબુમાં લઇ શકાય છે. બેસીલસ પોપીલી નામના જીવાણુ સફેદ ઘૈણ અથવા ડોળના નિયંત્રણ માટે અસરકારક માલુમ પડેલ છે . ઉપયોગી વિષાણુ ( વાયરસ ) : ન્યુકિલયર પોલી હેડ્રોસીસ વાયરસ જેને આપણે એન.પી.વી. ના નામે ઓળખીયે છીએ. આ એન.પી.વી દ્વારા લીલી ઇયળ અને સ્પોડોપ્ટેરાનું નિયંત્રણ કરી શકાય છે . જુદી જુદી જીવાતો માટે જુદા જુદા પ્રકારના વાયરસ હોવાથી જે જીવાતનું નિયંત્રણ કરવાનું હોય તેના વિષાણુવાળા એન.પી.વી.નો જ ઉપયોગ કરવો પડે છે. એન.પી.વી.યુકત દ્રાવણ છાંટવાથી ઇયળ નું શરીર રોગીષ્ટ થઇ ઊઘા માથે લટકીને મરી જાય સૂર્યના સીધા તાપમાં વિષાણુંનો નાશ થતો હોવાથી એન.પી.વી.નો છંટકાવ હંમેશા સાંજના સમયે કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
29
5
સંબંધિત લેખ