એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટા માં પાનકોરિયા અને લીલી ઈયળ માટે આ ઉપાય પણ !
ટામેટા પાક માં પાનકોરીયા અને લીલી ઈયળના નિયંત્રણ માટે ટામેટાના પાકની ફરતે પીળા રંગના ફૂલવાળા હજારીગોટા ( આફ્રિકન મેરીગોલ્ડ ) પિંજરપાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર ( પાંચ લાઈન પછી એક લાઈન) વાવેતર કરવાથી લીલી ઈયળની માદા હજારીગોટાના ફૂલ અને કળી ઉપર ઈંડા મૂકવાનું વધુ પસંદ કરે છે. આવા ઈંડા સહિતના ફૂલો અને કળીઓ તોડી લેવાથી ભાવિ પેઢી વધતી અટકાવી શકાય છે. હજારી ગોટાના ફૂલો ઉપર લીલી ઈયળના ઈડાના પરજીવી ટ્રાઈકોગ્રામા ભમરી પરજીવીકરણ વધુ કરતી હોવાથી જૈવિક નિયંત્રણનો પણ લાભ લઈ શકાય છે .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
17
4
સંબંધિત લેખ