એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં પોષક તત્ત્વો માટે !
કપાસના પાકમાં 50 ટકા ફુલ અથવા 50 ટકા જીંડવાના સમયે કપાસના પાન પીળા અને લાલ થઈ જતા જોવા મળતાં હોય છે. પાક માં પોષક તત્ત્વોની ઉણપના લીધે ઘણીવાર આવું બનતું હોય છે. આવી સમસ્યા એટલે કે, પોષક તત્ત્વોની પૂર્તિ કરવા માટે દ્રાવ્ય ખાતર ૧૯-૧૯-૧૯ ( ના. ફો. પો.) એક પંપમાં 75 ગ્રામ અને માઈક્રોમીકસ ( ગ્રેડ -૪ ) 15 ગ્રામ નાખી બે થી ત્રણ વાર છંટકાવ કરવો જોઈએ. તથા જમીનમાં મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર ૨૫ કિલો/એકર પ્રમાણે પુખીને આપવું જોઈએ. જેથી કપાસ ના પાન પીળા / લાલ થતા અટકાવી શકાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
21
10
અન્ય લેખો