સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરના ચૂસીયાંનું સંકલિત વ્યવસ્થાપન !
ડાંગરના પાકમાં મુખ્યત્વે લીલા, બદામી અને સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે છે. બચ્‍ચાં તથા પુખ્‍ત એમ બંને અવસ્‍થા છોડમાંથી રસ ચૂસી નુકસાન કરે છે અને પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય છે (હોપર બર્ન). નુકસાન ગોળ કુંડાળા (ટાલા) રૂપે આગળ વધે છે. સંકલિત વ્યવસ્થાપન: o ફેરરોપણી વહેલી કરી નુકસાન ઘટાડી શકાય છે. o નાઈટ્રોજનયુકત ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્‍તામાં આપવા. o ઉપદ્રવ જોવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાંખવુ. o જમીનમાં કાર્બોફ્યુરાન ૩જી ૨૫ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦-૨૫ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% + થાયામેથોક્ષામ ૧% જીઆર ૬ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે આપવુ. o જો દાણાદાર દવા આપવાનું શક્ય ન હોય ત્યારે બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિ.લિ. અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૪ ગ્રામ અથવા ફેનોબુકાર્બ ૫૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા પાયમેટ્રોજીન ૫૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા બુપ્રોફેઝીન ૧૫% + એસીફેટ ૩૫% વેપા ૨૫ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૦.૭૨% + બુપ્રોફેઝીન ૫.૬૫% ઇસી ૨૫ મિ.લિ. અથવા ફેનોબુકાર્બ ૨૦% + બુપ્રોફેઝીન ૫% એસઇ ૪૦ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪% + બુપ્રોફેઝીન ૨૦% એસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. o દવા છાંટતી વખતે નોઝલ થડ નજીક રાખવી. o ઉપરોક્ત જણાવેલ દાણાદાર દવા આપવાથી ચૂસીયાં ઉપરાંત ગાભમારાની અને પાનવાળનાર ઈયળોનું પણ નિયંત્રણ થાય છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
20
5
સંબંધિત લેખ