એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયા માં થડનો કોહવારો !
પપૈયાના પાકમાં આ રોગ ખાસ કરીને વરસાદી મોસમમાં જોવા મળે છે. પપૈયાના થડની આસપાસ વધુ ભેજ રહે અથવા થડમાં પાણી ભરાઈ રહેવાથી થડનો કોહવારાનો રોગ થાય છે. આ રોગની અસર વાળા છોડમાં થડની જમીન પાસેના ભાગમાં સડો લાગે છે. રોગના નિયંત્રણ માટે થડની ફરતે જમીનની 40 થી 50 સે.મી. ઉંચાઈ સુધી બોડપેસ્ટ લગાડવી તથા બોર્ડોમિશ્રણ અથવા કોપર ઓકસીકલોરાઈડ 20 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળી જમીનમાં થડની ફરતે આપવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
9
3
સંબંધિત લેખ