એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુવાર માં બેક્ટરીયલ બ્લાઇટ !
• ગુવાર પાક માં આ રોગ જીવાણુથી થાય છે , જેમાં પાનની નસો પર પાણી પોચા કાળા ધાબા પડે છે અને બધી જ નસો કાળા રંગમાં ફેરવાય જાય છે અને જો રોગ વધુ તીવ્રતામાં હોય તો કાળા રંગના ધાબા પ્રકાંડ પર જોવા મળે છે. • બેક્ટરીયલ બ્લાઇટ રોગ ના નિયંત્રણ માટે બીજને વાવતાં પહેલાં સ્ટ્રેપ્ટોસાયકલીન 1.5 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી માં દ્વાવણમાં બોળી 30 મિનિટ સુધી બીજ માવજત આપવી. • તેમજ ઊભા પાકમાં રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાયકલીન 1 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી માં ઓગાળીને ( વિધે 120 લિટર પાણીમાં) 15 દિવસના અંતરે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
19
3
અન્ય લેખો