ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીજીએસટીવી
50% સુધી સહાય ! નવા ટ્રેક્ટરની ખરીદી પર !
આર્થિક રીતે નબળા અને કૃષિ ઉપકરણો ખરીદવામાં અસમર્થ એવા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના 2020 શું છે ? દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડુતોના હિત માટે યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દેશના ખેડુતોને તેમની કેટેગરી પ્રમાણે નવા ટ્રેક્ટર ખરીદવા પર 20 થી 50 ટકા સબસિડી આપવામાં આવશે. જે ખેડુતો ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા માંગે છે તેઓ આ યોજના અંતર્ગત 20 થી 50 ટકા સબસિડી પર નવું ટ્રેક્ટર મેળવી શકશે. આ યોજના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ સબસિડી મેળવવા ખેડૂતે તેની અરજી કરવી પડશે. પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2020 ના મહત્વના મુદ્દા : • આ યોજનામાં અરજી દેશનાં નાના તેમજ સીમાંત ખેડૂતો જ કરી શકશે • યોજના અંતર્ગત ખેડુતો કોઈપણ કંપનીના ટ્રેક્ટર ખરીદી શકશે. • આ યોજનામાં ખેડુતોને લોન અને સબસિડી બંને આપવામાં આવે છે. • આ યોજનાનો લાભ સીધા ખેડૂતોના ખાતામાં મળી શકશે. • મહિલા ખેડુતોને યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે. • આ યોજનાનો લાભ ફક્ત તે જ ખેડુતોને મળશે જેઓ આવી કોઈ અન્ય યોજના સાથે જોડાયેલા નથી. યોજના ના ફાયદા • તમામ ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકશે. • ખેડૂતને તેનો લાભ સીધા તેના બેંક ખાતામાં પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2020 હેઠળ મળશે. તેથી, અરજદાર પાસે બેંક ખાતું હોવું જોઈએ. ઉપરાંત, ખેડૂત અરજી સ્વીકાર્યા પછી તરત જ નવું ટ્રેક્ટર ખરીદી શકશે. • આ યોજના સાથે સંકળાયેલા ખેડુતો અન્ય કોઈપણ કૃષિ મશીન સબસિડી યોજનામાં સામેલ હોવા જોઈએ નહીં. આ અંતર્ગત પરિવારમાંથી એક જ ખેડૂત અરજી કરી શકે છે. • ખેડૂત પાસે ખેતીલાયક જમીન પોતાના નામે હોવી જરૂરી છે. જરૂરી દસ્તાવેજો – • આધારકાર્ડ. • જમીનનાં પેપર્સ. • અરજદારનો ઓળખનો પુરાવો મતદાર ઓળખકાર્ડ / પાનકાર્ડ / પાસપોર્ટ / આધારકાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ. • બેંક એકાઉન્ટ પાસબુક. • મોબાઇલ નંબર. • પાસપોર્ટ સાઇઝ ફોટો. ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો સાથે કોમન સર્વિસ સેન્ટર ((CSC)ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકો છો. આ સિવાય, કોઈ પણ તહસીલ કચેરી અને કૃષિ વિભાગ દ્વારા અરજી કરી શકે છે. અરજી કર્યા પછી દસ્તાવેજની ચકાસણી થશે. જો તમે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના માટે પાત્ર છો, તો તમને ટ્રેક્ટર આપવામાં આવશે.
સંદર્ભ : જીએસટીવી. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
361
93
સંબંધિત લેખ