સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન માં ગર્ડલ બીટલ / ગાભમારાની ઇચળ !
આ જીવાતની ઇયળ પીળાશ પડતા રંગની નાજુક ઘાટા માથાવાળી હોય છે. આ જીવાતની માદા છોડમાં કાણું પાડી તેમાં ઇંડાં મૂકે છે. ઇંડાં માંથી નીકળેલ ઇયળ છોડના થડમાં કાણું પાડી અંદર દાખલ થાય છે અને અંદર રહી થડનો ગર્ભ ખાઇ નુકસાન કરે છે. અંતે છોડના પાન સૂકાઇ જાય છે. આ ઉપરાંત છોડની મુખ્ય ડૂખ સુકાઇને ઢળી પડે જાય છે, જેના કારણે પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે. સોયાબીન પાક માં ગાભમારા ઈયળ ના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં પ્રથમ છંટકાવ સોયાબીનની વાવણી બાદ ૪૦ દિવસે અને બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો અથવા ગર્ડલ બીટલના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૨૦ મિ.લિ.અથવા થાયોમેથોક્ઝામ ૧૨.૬ ટકા + લેમ્બડાસાયહેલોશ્રીન ૯ ૫ ઝેડ સી . ૨.૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
8
3
સંબંધિત લેખ